ફતેપુરા તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણ દંપતીનું ભગીરથ કાર્ય : મોટા મોટા ક્લાસીસોમાં મોટી ફી લેતા હોય છે ત્યારે શિક્ષક દંપતીનું પ્રેરણાદાયી કાર્ય
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૧
શાળામાં વેકેશન દરમિયાન પોતાના વતનના બાળકોને ઘરે બોલાવીને વિનામૂલ્યે જરૂરી શિક્ષણ આપી સેવાનુ કાર્ય કર્યું
ફતેપુરા તાલુકાના પાટવેલ તેમજ આપતલાઈ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણ દંપતિ ડામોર રાકેશભાઈ તેમજ તેમના ધર્મ પત્ની હીનાબેન અમલીયાર છેલ્લા કેટલાય સમયથી પાટવેલ તેમજ આપતલાઈ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે પરંતુ હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે વેકેશનનો સદુપયોગ કરીને પોતાના માદરે વતન પોતાના ઘરની આજુબાજુ રહેતા બાળકોને પોતાના ઘરે બોલાવી નોટ ચોપડા પેન્સિલ પુસ્તક આપી જરુરી શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે ત્યારે આવું ભગીરથ કાર્ય કરતા પોતાના વતનના લોકો તેમના કામને બિરદાવી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે પોતાના વતન થી 30 થી 35 કિલોમીટર દૂર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષણ દંપતીને ઉનાળુ વેકેશન દરમિયાન નવરાશની પળોમાં કંઈક કરી છુટવાની ભાવના ના કારણે તેમને પોતાના વતનના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમજ જરૂરી શિક્ષણ પૂરું પાડવા બંને પતિ-પત્નીને વિચાર આવતા વતન ની આજુબાજુ ના બાળકોને ઘરે ઘરે જઈ શિક્ષણ કાર્ય નો લાભ લેવા માટે આમંત્રણ આપી આવતા આજુ બાજુ થી મોટી સંખ્યામાં બાળકો શિક્ષણ લેવા માટે શિક્ષણ દંપતીના ઘરે આવતા બાળકોને જરૂરી નોટ પેન્સિલ ચોપડા પુસ્તક વગેરે વિનામૂલ્યે આપીને જરુરી શિક્ષણ પૂરું પાડવાનો પ્રયત્ન કર્યો છે જેથી બાળકોના વાલીઓ માં આવા શિક્ષક દંપતીઓ ઉપર બહુમાન ની અપેક્ષાઓ કરી રહ્યા હતા

