ગરબાડાના ભુતરડી ગામે પંચમાં માત્ર પાંચ રૂપીયા માટે આઠ ઈસમોના ટોળાએ ત્રણને માર માર્યાે

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભુતરડી ગામે પરણિતાને સાસરીમાં મોકલાવાની હોઈ અને પંચ ભેગુ કરતાં પંચમાં મુકવામાં આવતાં રૂપીયા પૈકી માત્ર પાંચ રૂપીયા ઓછા પડતાં ૦૮ જેટલા ઈસમોના શસ્ત્ર ટોળાએ ભારે ધિંગાણું મચાવી ત્રણથી ચાર જણાને લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૧૭મી મેના રોજ ગરબાડા તાલુકાના ભુતરડી ગામે ખેડા ફળિયામાં રહેતાં ફકરૂભાઈ સુરતાનભાઈ ભાભોરની દિકરીને સાસરીયામાં મોકલવાની હોઈ જે બાબતે આગેવાનો તથા સાસરી પક્ષના તથા પિયર પક્ષના બંન્ને માણસો ભેગા થયાં હતાં અને તે દરમ્યાન ગોળધણા વહેંચી રૂા. ૨૦ હજારની વહેંચણી કરતાં હતાં તે દરમ્યાન માત્ર પાંચ રૂપીયા ઓછા પડતાં ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામે રહેતાં વિરસીંગભાઈ છગનભાઈ પરમાર, અજયભાઈ વિરસીંગભાઈ પરમાર, હરમલભાઈ બચુભાઈ પરમાર, કમલેશભાઈ હરમલભાઈ પરમાર, મેહુલભાઈ હરમલભાઈ પરમાર, સંજુભાઈ ગોરચંદભાઈ પરમાર, પરસુભાઈ બચુભાઈ પરમાર અને અજયભાઈ પરસુભાઈ પરમારનાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ બેફામ ગાળો બોલી હાથમાં મારક હથિયારો ધારણ કરી અને કીકીયારીઓ કરતાં કરતાં આવી લાકડી વડે, છુટ્ટા પથ્થરો વડે અને ગડદાપાટ્ટુનો માર મારી સંજયભાઈ નાનસીંગભાઈ પરમાર તથા તેમની સાથેના માણસોને માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ફકરૂભાઈ સુરતાનભાઈ ભાભોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: