ગરબાડાના પાટીયા ગામેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના પાટીયા ગામે રહેતો વિપુલભાઈ દલસીંગભાઈ ભુરીયાના રહેણાંક વિસ્તારમાં ઓચિંતો છાપો મારી વિપુલભાઈને પોલીસે ઝડપી પાડી તેની અંગ ઝડતીમાંથી પોલીસે ગેરકાયદે પાસરમીટે બીન અધિકૃત દેશી હાથ બનાવટો તમંચો કિંમત રૂા. ૫,૦૦૦ તથા એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૮,૦૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ વિપુલભાઈને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગરબાડા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

