જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ ધરતા દુકાનમાં તમામ સામાન બળીને રાખ : ઝાલોદના લીમડી નગરમાં કરિયાણાની દુકાનમાં આગ : લાખ્ખોનું નુકસાન

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૨
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેણાક વિસ્તારમાં એક કરિયાણાની દુકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.અને જાેતજાેતામાં આગની અગન જ્વાળાઓએ વિકરાળ રૂપ ધારણ કરતા કરિયાણાની દુકાનમાં મુકેલો સમગ્ર સામાન આગની લપટોમાં બળીને રાખ થઈ જવા પામ્યો હતો. તેમજ આગની ઘટનાના પગલે જીઈબી દ્વારા વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ લીમડી થી લીમખેડા જવાનો માર્ગ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. જાેકે આ આગના બનાવમાં સદ્‌નસીબે કોઇ જાનહાની બનવા પામી ન હતી. જયારે અગ્નિશામક દળ એ ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરીમાં જાેડાયા હતા. ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલા મોઢીયાવાડ વિસ્તારમાં સતીશભાઈ મોઢીયાની કરીયાણાની દુકાન તેમજ ગોડાઉનમાં સાંજના સમયે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. અકસ્માતે લાગેલી આગના બનાવમાં કોઈ કંઈક સમજે તે પહેલા આગની લપટોએ વિકરાળ રૂપ ધારણ કરતાં સમગ્ર દુકાન તેમજ ગોડાઉન આગની જ્વાળાઓમાં જકડાઈ જતા કરિયાણાની દુકાનમાં મુકેલો સરસામાન બળીને રાખ થઈ જતા દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યાનું જાણવા મળે છે.જાેકે આગની બનાવની જાણ ઝાલોદ તેમજ દાહોદ અગ્નિશામક દળ તેમજ સ્થાનિક પોલીસને કરાતા અગ્નિશામક દળની ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના કરાઇ હતી. આગની બનાવની જાણ વાયુવેગે લીમડી નગરમાં પ્રસરતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જાેકે સ્થાનિક પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી તેમજ આગના બનાવના પગલે લીમડી થી લીમખેડા જતા માર્ગને કરવાની ફરજ પડી હતી. સાથે સાથે ટોળાને વેરવિખેર કરવાની કામગીરીમાં જાેડાયા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી ઘટના સ્થળે પહોંચેલી ઝાલોદ તેમજ દાહોદ અગ્નિશામક દળના લાશ્કરોએ આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કામગીરીમાં જાેતરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!