ઝાલોદ તાલુકા કેમિસ્ટ એસોસીએશન દ્વારા અધિકારીઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો : ભારત દેશના વડાપ્રધાન દ્વારા હિતેશ રાવતને ગોલ્ડ મેડલ આપવામાં આવેલ છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૭
સીનિયર કેમિસ્ટ તરીકે બનવારીલાલ અગ્રવાલનું પણ સન્માન કરવામાં આવેલ હતું
ઝાલોદ તાલુકા કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ ,આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે હિતેશ.એલ.રાવત જે ગુજરાત સરકારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ,ગાંધીનગરમાં જોઈન્ટ કમિશનર છે ,હિતેશ રાવતના પિતા ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ નિભાવતા હતા એટલે હિતેશ રાવતને ઝાલોદ નગર સાથે ઘરોબો સંબંધ છે, હિતેશ રાવત સ્વભાવે ખુબજ સૌમ્ય, મિલનસાર તેમજ ધાર્મિક પ્રવૃત્તિમાં માનનાર છે, ગુજરાત સરકાર ખાતે તેઓ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ,ગાંધીનગર જોઈન્ટ કમિશનર છે જે ઝાલોદ નગર માટે ગર્વની વાત છે ,તેઓ જ્યારે પણ ટાઇમ મળેતો ઝાલોદ રોકાઈ તેમના મિત્ર વર્તુળ સાથે રોકાઈ સમય વિતાવે છે તેઓ કોઈ પણ દિવસ નાના મોટા વ્યક્તિમાં ભેદભાવ રાખ્યા વગર દરેક વ્યક્તિ સાથે બોલી પોતાની પ્રેમાળ સ્વભાવનો પરિચય આપે છે ,તેઓનું ભણતર ઝાલોદથી ચાલુ થયું , જે સમય દરમ્યાન ભણતરનું પૂરતું પ્લેટફોર્મ ન હતું તે સમયમાં તેઓ પોતાના શિક્ષણ પ્રત્યે ધગશને લઈ તેઓએ તબક્કા વાર અલગ અલગ પરીક્ષાઓ પાસ કરી આજે ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમા જોઈન્ટ કમિશનર છે જે ઝાલોદ નગર માટે ગર્વની વાત છે ,હિતેશભાઈ રાવતને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા કર્મયોગી મહા અભિયાનના ભાગ રૂપે ગોલ્ડ મેડલ આપવામાં આવેલ છે
કેમિસ્ટ એસોસીએશન દ્વારા મહેમાનોના આવતાં પહેલાં વિવિધ રમાતો રમી બધાનું મનોરંજન કર્યું હતું, આમંત્રિત મહેમાનો આવતા સ્ટેજ પર નાની બાલિકાઓ દ્વારા ભક્તિ ગીત અને ત્યાર બાદ દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ પ્રોગ્રામની શરૂઆત ઝાલોદ તાલુકાના કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ગોરધનભાઈ દ્વારા પ્રાસંગિક પ્રવચન દ્વારા કરવામાં આવ્યું હતું ,ત્યારબાદ ભુપેન્દૢ પટેલ દ્વારા બધાં મહેમાનોનું શબ્દો દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું, ત્યાર બાદ કમલેશ અગ્રવાલ દ્વારા જોઈન્ટ કમિશનર હિતેશ રાવત નો પરિચય આપ્યો હતો પછી આમંત્રિત મહેમાનોનું મોમેન્ટો અને પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આમંત્રિત દરેક મહેમાનો દ્વારા ઝાલોદ કેમિસ્ટ એસોસિએશન આવા સુંદર કાર્ય કરી અને ભવિષ્યમાં પ્રગતિ કરે તેવું જણાવ્યું હતું, ઝાલોદ કેમિસ્ટ એસોસિએશનને હિતેશ રાવત દ્વારા ખુબજ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભવિષ્યમાં કોઈ પણ સારા અને સાચા પ્રમાણિક કામ માટે સદા સાથ આપવાની બાંહેધરી આપી
આ સન્માન સમારંભમા અન્ય મહેમાનોમાં અતિથિ વિશેષ તરીકે એમ.કે.પરમાર આસિસ્ટન્ટ ડ્રગ કમિશનર દાહોદ, અતિથિ તરીકે દિવ્યેશ.એસ.ભાભોર ( સીનિયર ડ્રગ ઇન્સ્પેક્ટર વડોદરા ), સંજય સાંવલિયા ( ડ્રગ ઇન્સ્પેક્ટર દાહોદ ) ,નવીનભાઈ શાહ ( શાહ મેડિકલ, ઝાલોદ ) પધારેલ હતા, આ સમારંભનું આયોજન લાયન્સ ક્લબ હોલ ખાતે સાંજે 6 વાગે રાખવામાં આવેલ હતું ,આ સમારંભનું આયોજન ઝાલોદ કેમિસ્ટ એસોસીએસનના પ્રમુખ ગોરધન પટેલ, ઉપ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, મંત્રી જવાહર અગ્રવાલ, ખજાનચી કમલેશ અગ્રવાલ તેમજ ઝાલોદ,લીમડી, સુક્ષર,સંજેલી,ફતેપુરાના તમામ કેમિસ્ટ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, આ સમારંભમાં સીનિયર સિટીઝન કેમિસ્ટ તરીકે બનવારીલાલ અગ્રવાલનું પણ સ્વાગત કરવામાં આવેલ હતું ,છેલ્લે આભારવિધિ જવાહર અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી, છેલ્લે સૌ કેમિસ્ટ પરિવારના સભ્યો સમૂહ સ્નેહ ભોજ કરી છૂટા પડ્યા હતા