દાહોદ જિલ્લા ભાટીયા સમાજ દ્વારા કુળદેવી જ્વાલાદેવી મંદિરનો ૧૫મો પાટોત્સવ ઉજવાયો : શોભાયાત્રામાં સમાજના યુવાનોનો એક સરખો ડ્રેસ આકર્ષક લાગતો હતો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૪

દાહોદ જિલ્લા ભાટીયા સમાજની કુળદેવી "માઁ જ્વાલાદેવી" ના મંદિરનો ૧૫મો પાટોત્સવ દાહોદ નગરના પ્રસારણ સ્થિત મંદિરેથી ભવ્યાતિભવ્ય રીતે  શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં દાહોદ જિલ્લાના સમગ્ર ભાટીયા સમાજના લોકો તેમજ દૂર દૂર થી લોકો આવી માઁ જ્વાલાદેવીની શોભાયાત્રામા જોડાયો હતો, આ શોભાયાત્રામા નવયુવાન ભાઈ બહેનો ખૂબ મોટા પ્રમાણમાં જોડાઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આ શોભાયાત્રામા યુવાનો એક સરખા ડ્રેસમા જોવા મળતા હતા ,શોભાયાત્રા દરમ્યાન માતાજીના ગરબાએ પણ આકર્ષણ જમાવ્યું હતું, શોભાયાત્રાનું સ્વાગત ફૂલોની છોળો દ્વારા નગરમાં કરવામાં આવ્યું હતું, સમાજના લોકો દ્વારા ફટાકડા ફોડતા ફોડતા શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી,  જય માતાજીના ગગનભેદી નારાથી આખું મંદીર પરિસર ગાજી ઉઠયું હતું, વર્ષ દરમ્યાન ભાટીયા સમાજના ભણતા તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બાળકો ખૂબ પ્રગતિ કરી સમાજ તેમજ ભારત વર્ષનું નામ ઉંચુ રાખે તેવી અપેક્ષાઓ બાળકો પાસે રાખવામાં આવી, માઁ જ્વાલાદેવી મંદિર પરિસરમાં નવચંડી યક્ષ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન દાહોદ જિલ્લા ભાટીયા સમાજના પ્રમુખ કિશોરભાઈ ભાટીયા તેમજ કારોબારી હોદ્દેદારો દ્વારા કરવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: