શ્રી બી.પી.અગ્રવાલ હાઇસ્કૂલ, લીમડીના શિક્ષક જયેશ વાઘેલા રાષ્ટ્રીય શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષકના એવોર્ડથી સન્માનિત
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની શ્રી બી.પી. અગ્રવાલ હાઈસ્કૂલ, લીમડીના શિક્ષક શ્રી જયેશકુમાર બાબુભાઈ વાઘેલાને બાલરક્ષક પ્રતિષ્ઠાન, કુરુક્ષેત્ર,હરીયાણા દ્વારા આયોજિત નેશનલ કક્ષાના શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક એવોર્ડ વિતરણ સમારોહમાં શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલ શ્રેષ્ઠ કામગીરી માટે સાલ, ટ્રોફી, મેડલ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ સમગ્ર શાળા તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યું તે બદલ તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

