દાહોદ શહેરમાં થયેલ હત્યાનો મામલામાં પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાંખ્યો : આરોપીએ ૧૦ લાખમાં હત્યા કરવા સોપારી લીધી હોવાનો ખુલાસો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૪
દાહોદ શહેરના એમ.જી. રોડ કુકડા ચોક ખાતે થોડા દિવસો પહેલા થયેલ જાહેરમાં એક વ્હોરા સમાજના યુવકની હત્યાના મામલે સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે દાહોદ શહેર પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલી નાંખવા તપાસનો ધમધમાટ આરંભ કરતાં આરોપી હત્યારાને ગોધરા તેના મામાને ત્યાંથી ઝડપી પાડી લીધો છે ત્યારે આ હત્યા વાહન હટાવવા મામલે નહીં પરંતું યુવકને મોતને ઘાટ ઉતારવા માટે હત્યારાને સોંપારી અપાઈ હોવાનું પોલીસ સમક્ષ ઝડપાયેલ આરોપીએ કબુલાત કરતાં ચકચાર મચી જવા પામી હતી. હાલ મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે ત્યારે આ ગુન્હામાં કુલ ચાર ઈસમોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને અન્ય આરોપીઓને પકડી પાડવા સારૂં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.
ગત તા.૨૧મી મેના રોજ યુનુસ અકબરભાઈ કતવારાવાલા પોતાની મોરસાઈકલ લઈ દાહોદના એમ.જી. રોડ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં અને તે સાથે તેમની પાછળ પાછળ મુસ્તુફા સાકીર ઉર્ફે સાકીર ઉર્ફે બાદશાહ શેખ પસાર થઈ રહ્યો હતો અને પ્રથમ તબક્કે વાહન હટાવવા મામલે રકઝક થઈ હતી અને આવેશમાં આવેલા મુસ્તુફાએ યુનુસે પોતાની સાથે લાવેલ ઉપરા છાપરી ચપ્પુના ઘા માથાના ભાગે તેમજ શરીરે માર મારી યુનુસભાઈ લોહીના ખાબોચીયા સાથે સ્થળ પરજ ઢળી પડ્યાં હતાં અને હોસ્પિટલ લઈ જતાં પહેલા રસ્તામાંજ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપી આરોપી મુસ્તુફા ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ધરપકડના ચક્રોગતિમાન કરતાં આજરોજ આરોપી મુસ્તુફાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા સારૂં વિસ્તારના સીસીટીવી ફુટેજાેનો ચકાસણી હાથ ધરી હતી અને અલગ અલગ ટીમો પણ બનાવી હતી અને આરોપીને મળેલ બાતમીના આધારે ગોધરા ખાતેથી તેના મામાને ત્યાંથી ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લાવી આરોપી મુસ્તુફાની પુછપરછોનો ધમધમાટ આરંભ કરતાં પ્રથમ તબક્કે આરોપી મુસ્તુફાએ આકસ્મિક બનાવ બનેલ હોવાનું રટણ કરતો હતો અને ઉશ્કેરાઈ જઈ ચપ્પુના ઘા મારી દીધુ હોવાનું પણ કહેતો હતો પરંતુ પોલીસને આ વાત ગળે ન ઉતરતા અને આવી નજીવી બાબતે કોઈ અન્યનું ખુન ન કરી શકે તેવી વાત સાથે પોલીસે આરોપી મુસ્તુફાની ઝીણવટ ભરી રીતે પુછપરછ કરતાં મુસ્તુફા ભાંગી ગયો હતો અને મુસ્તુફાને પૈસાની જરૂર હોય તેના મિત્ર મોઈન હમીદખાન પઠાણને બે અઠવાડીયા અગાઉ કામ આપવા બાબતે વાત કરી હતી અને મોઈન પઠાણે તેના મિત્ર મોહમંદ ઉર્ફે જુજર ઈસ્માઈલભાઈ લોખંડવાલાએ મરણ જનાર યુનુસભાઈ સાથેની તેની જમીની લેવડ દેવડમાં તેના ઉપર કોર્ટ મેટર દાખલ તેમજ યુનુસ જાેડે ચાલતાં બીજા અન્ય ગુનાઓથી પોતે છુટકારો મેળવવા માંગતો હોય જેથી મોહમંદ લોખંડવાલાની ઓફિસમાં ૧૦ લાખ રૂપીયાી સોપારી મોઈન પઠાણ દ્વારા લેવામાં આવી હતી અને મરણ જનાર મુસ્તુફાને મોતને ઘાટ ઉતાર્યાેં હોવાનું આરોપી મુસ્તુફાએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૨ વર્ષથી ચાલતી આ તકરારમાં કોણ કોને કેટલું નડ્યું એતો બહાર આવશેજ પરંતુ જમીનો અને મીલ્કતો બાબતમાં વિવાદાસ્પદ કારર્કિંદી ધરાવતાં અને મોતને ઘાટ ઉતારાયેલા યુનુસે કોની સામે કેટલી અરજીઓ અને કોના સોજાઓ કેટલીવાર ફોક કરાવ્યાં છે તે દિશામાં પણ ઘનિષ્ઠ તપાસ હાથ ધરાય તો હજુ વધુ ચોંકાવનારી હકીકતો બહાર આવવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે તો આ હત્યામાં સોપારી આપનાર જુજર લોખંડવાલા સહિત અન્ય પરિવારો કે અન્ય જમીનદારો પણ સામેલ છે કે નહીં ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.