દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ પરણિતાની છેડતી કરતા યુવાનો સામે પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૨૫

દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ એક સગીરા અને એક પરણિતાની છેડતીના બનાવામાં પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.

પરણિતાની છેડતીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ટીમરડા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી મેના રોજ દાહોદ તાલુકાના રાછરડા ગામે રહેતો સુરેશભાઈ કશનાભાઈ બબેરીયાએ દાહોદ તાલુકામાં રહેતી એક ૧૩ વર્ષીય સગીરા જે સમયે કુદરતી હાજતે જતી હતી તે સમયે તેને રસ્તામાં રોકી પકડી પાડી સગીરાની છેડતી કરતાં આ સંબંધે સગીરાની બહેન દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે છેડતીનો બીજાે બનાવ સીંગવડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૫મી મેના રોજ સીંગવડ તાલુકામાં રહેતી એક લઘુમતિ કોમની પરણિતા તથા તેની સાથે અન્ય એક મહિલા મળી બંન્ને જણા સીંગવડ નગરમાંથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં સીંગવડ ગામે રહેતો ફીરોજભાઈ ઉર્ફે પીન્ટુભાઈ સત્તારભાઈ ઘાંચી ત્યાં આવ્યો હતો અને પરણિતાને રોકી તેણીનો હાથ પકડી લીધો હતો અને આ દરમ્યાન પરણિતા તથા તેમની સાથેની મહિલાએ બુમાબુમ કરી મુકતાં તે સમયે ફીરોજભાઈ ઉર્ફે પીન્ટુભાઈનું ઉપરાણું લઈ આવી પહોંચેલ મોઈનભાઈ રજાકભાઈ ઘાંચી, તૈયબભાઈ રજાકભાઈ ઘાંચી, વસીમભાઈ રજાકભાઈ ઘાંચી, ઈસ્માઈલભાઈ રજાકભાઈ ઘાંચી (રહે. સીંગવડ, તા.સીંગવડ, જિ.દાહોદ) અને ઈમ્તીયાઝ યુસુફભાઈ ઘાંચી (રહે. દેવગઢ બારીઆ, રહીમાબાદ કોલોની, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નાઓએ પરણિતા અને તેમની સાથે અન્ય એક મહિલાને મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ જતાં આ સંબંધે છેડતીનો ભોગ બનેલ પરણિતાએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: