દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરની એક કોલેજની પાછળ દિપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કોલેજની પાછળ એક દિપડો લટાર મારતો જાેવાતાં પંથકમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ જતાં અને વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતાં લોકોમાં દિપડાની દેખાથી ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો.
દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો મોટા ભાગે વન્ય પ્રાણીઓ જાેવા મળી રહ્યાં છે. ભુતકાળમાં દિપડા જેવા વન્ય પ્રાણીઓ દ્વારા માનવ જાત ઉપર હુમલો પણ કર્યાેં હતો અને જેમાં કેટલાંક લોકો મોતને ભેટ્યાં હતાં તો કેટલાંક લોકોને ઈજાઓ પણ થવા પામી હતી ત્યારે ગતરોજ દેવગઢ બારીઆ નગરમાં આવેલ એક કોલેજની પાછળ એક દિપડો જાેવા મળતાં લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દેવગઢ બારીઆ ડુંગરાળ વિસ્તાર છે અને તેમાંય ખાસ કરીને દિપડા જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે વન્ય પ્રાણીઓ પણ પાણીની શોધમાં શહેર તરફ દિપડા જાેવા મળી રહ્યાં છે. વન વિભાગ દ્વારા આ વન્ય પ્રાણીઓ માટે પાણીના અનેક જગ્યાએ હોજ (હવાડા) બનાવવામાં આવ્યાં છે. દેવગઢ બારીઆ નગરની કોલેજની પાછળ દિપડો જાેવાતાં ડિપડાનો વિડીયો કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો અને સોશિયલ મીડીયામાં વાઈરલ પણ થવા પામ્યો હતો.