પોલીસ વડાના આદેશના પગલે સમગ્ર જીલ્લામાં હાઇવે રોડ, સહીત હાથ ધરાયા વાહન ચેકીંગદાહોદ જીલ્લામાં ચીલઝડપ અને ચોરીના વધતા બનાવોના પગલે પોલીસ આવી એક્શનમાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૮
દાહોદ શહેરમાં વાહન ચોરી અને ચીલઝડપની ઘટનાઓ વધતાં એક્શનમાં આવેલ પોલીસે રાત્રી વાહન ચેકીંગ સહિત નાઈટ પેટ્રોલીંગની કામગીરી સઘન હાથ ધરી છે જેને પગલે છેલ્લા બે દિવસ દરમ્યાન રાત્રીના સમયે રખડતાં યુવાનો અને અન્ય વાહન ચાલકોની પુછપરછ સહિત તલાસી હાથ ધરવામાં આવી રહી છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંય દિવસોથી લુંટ, ઘરફોડ ચોરીઓ, વાહન ચોરીઓ તેમજ ચીલઝડપની ઘટનાઓ વધવા માંડી છે ત્યારે ખાસ કરીને દાહોદ શહેરમાં ગુન્હાઓનું પ્રમાણ પણ વધ્યુ છે. થોડા દિવસો અગાઉ સમી સાંજે જાહેર ધમધમતા એવા એમ.જી. રોડના કુકડા ચોક ખાતે મર્ડર, અને થોડા દિવસો બાદ સ્ટેશન રોડ સામે દુધના વેપારીની રોકડ રૂપીયા ૭૦,૦૦૦ હજાર ભરેલ બેગ, વાહન ચોરીઓ, ઘરફોડ ચોરીઓ જેવી ઘટનાઓ બનતાં સફાળે જાગેલ દાહોદ પોલીસ તંત્ર દ્વારા રાત્રીના સમયે રખડતા યુવાનો સહિત અન્ય વાહન ચાલકોની પુછપરછ સહિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાત્રીના સમયે પોલીસ દ્વારા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાત્રી દરમ્યાન કામ વગર રખડતાં યુવાનો, મોટરસાઈકલ પર ત્રિપલ સવારી કરતાં વ્યક્તિઓ વિગેરે જેવા વાહન ચાલકોને સ્થળ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આમેય દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલ જિલ્લો છે તેમાંય ખાસ કરીને અન્ય રાજ્યોના ચોર ઈસમો દાહોદ જિલ્લામાં પોતાનો હાથ અજમાવી ગુન્હાહીત પ્રવૃતિઓ આચરી રવાના થઈ જતાં હોય છે. સરહદી વિસ્તારના ચોરો, લુંટારૂઓ, બુટલેગરો વિગેરે જેવા તત્વોને દાહોદ જિલ્લામાં જાણે મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને દાહોદ જિલ્લો જાણે ગુન્હેગારો માટે વરદાન સમાના સાબીત થઈ રહ્યું છે ત્યારે દાહોદ પોલીસ દ્વારા આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સઘન કામગીરી હાથ ધરી રહી છે.
પોલીસ વડાના આદેશના પગલે સમગ્ર જીલ્લામાં હાઇવે રોડ, સહીત હાથ ધરાયા વાહન ચેકીંગ : દાહોદ જીલ્લામાં ચીલઝડપ અને ચોરીના વધતા બનાવોના પગલે પોલીસ આવી એક્શનમાં