અખિલ ભારતીય સંત સમિતિ દાહોદ જીલ્લા દ્રારા ઝાલોદના પારેવા ખાતે યોજાયુ ભગત સંમેલન
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૯
આજરોજ તા. ૨૯/૫/૨૦૨૨ ના રોજ પારેવા ખાતે ભગત સંમેલન યોજાયુ હતુ જેમાં પુ.શ્રી દયાનંદજી મહારાજ, પુ. શ્રી બાપુ દલસુખદાસજી મહારાજ અને પુ.શ્રી. વિમલદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતાં અને સભાને સંબોધી હતી. અને સંત સમિતિ તથા ધર્મસેનાના સભ્યો ગામે ગામ બનાવી ધર્મ રક્ષા માટે પુ.સંતો ભગતો આગળ આવે તેવું આહ્વાન કર્યું હતુ.પુજ્ય સંતોના વચનો સાંભળી સૌ ધર્મ રક્ષા માટે સંકલ્પવાન થયા હતાં અને પોતાનો બાપ દાદાનો ધર્મ દાળ,ચોખા,તેલના કે દવા થોડા પૈસાની લાલચમા આવી ન છોડવા જણાવ્યું હતું અત્રે ડિલિસ્ટીંગ આંદોલન થકી જે ભલાભોળા લોકો ધર્માન્તરિત થયા છે તેમને મુળ ધર્મમા આવી જવાનો સંદેશ આપ્યો હતો. “માનગડની માટીનુ મુલ રાખજો” ના ઓજસ્વી ગીતથી સભાનું વાતાવરણ હિન્દુત્વમય,ભક્તિમય બની ગયુ હતું સાથે જ સંત સમિતિ ઝાલોદના અધ્યક્ષ પુ.દલસિંગગીરી મહારાજ સંલગ્ન અખિલભારતીય સંત સમિતિ ઝાલોદની ધર્મ સેનાની નવી જવાબદારીની ઘોષણા થઈ હતી. આજના આ કાર્યક્રમમા શ્રી સુભાષભાઈ સંગાડા, શ્રી હેમલભાઈ પંચાલ,શ્રી અજીતદેવ પારગી, શ્રી.ધમુભાઈ પંચાલ.શ્રી.બળવંતભાઈ,મનિષભાઈ,ચિરાગભાઈ વગેરે કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

