ગરબાડા નગરના મઢી ફળિયાનો બનાવ : પરણિતાએ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં એક પરણિતાએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગત તા.૨૭મી મેના રોજ ગરબાડા નગરમાં મઢી ફળિયામાં રહેતાં ૨૬ વર્ષીય પ્રવિણાબેન જયેશભાઈ ભુરાએ પોતાના ઘરમા અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનો દ્વારા તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તબીબોએ પરણિતા પ્રવિણાબેનને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમગમીની છવાઈ ગઈ હતી. સંબંધે ધાનપુર તાલુકાના વાંસીયા ડુંગરી ગામે ચૌહાણ ફળિયામાં રહેતાં શાન્તાબેન પ્રતાપસિંહ ચૌહાણે ગરબાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.