દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ફોર વ્હીલર ગાડીમાં મુકી રાખેલ બે બેગો ચોરી ગઠીયાઓ ફરાર
બેગમાં લેપટોપ, મોબાઈલ અને દસ્વાવેજાેની બેગ લઈ ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ.
દાહોદ તા.31
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાંથી એક ફોર વ્હીલર ગાડીમાંથી કોઈ અજાણ્યા ઈસમે પોતાનો કસબ અજમાવી ગાડીમાંથી બે બેગો જેમાં લેપટોપ, મોબાઈલ ફોન વિગેરે ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી મેના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં હરીનગર સોસાયટીમાં રહેતાં મયુરસિંહ અતુલસિંહ ખેર તથા તેમની સાથે અન્ય વ્યક્તિઓ એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ દાહોદ જિલ્લાના ઝાલોદ નગર ખાતે અંબુજા કંપનીના સિમેન્ટના ડિલરોને મળવા માટે આવ્યાં હતાં અને પોતાની ફોર વ્હીલર ઝાલોદ નગરમાં આવેલ જલારામ પરોઢા હાઉસની આગળ મુકી હતી તે સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મયુરસિંહ તથા તેમની સાથેના માણસોની નજર ચુકવી ગાડીમાં મુકી રાખેલ બે બેગો જેમાં લેપટોપ, મોબાઈલ ફોન વિગેરેની બંન્ને બેગોની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મયુરસિંહ અતુલસિંહ ખેર દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.