ઝાલોદના ડુંગરી ગામે પરણિતાએ અગમ્યકારણોસર પિયરમાં કુવામાં ઝંપલાવતાં પરણિતાનું મોત નીપજ્યું
દાહોદ તા.31
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પિયરમાં આવેલ પરણિતાએ ગામમાં આવેલ એક કુવામાં મોતનો ભુસકો મારતાં પરણિતાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૮મી મેના રોજ રવિનાબેન સુનીલભાઈ મકવાણા પોતાના પિયર ડુંગરી ગામે આવી હતી ત્યારે વહેલી સવારના ૬ વાગ્યાના આસપાસ રવિનાબેને અગમ્યકારણોસર ગામમાં આવેલ એક કુવામાં ભુસકો મારતાં કુવાના ઉંડા પાણીમાં રવિનાબેન ડુબી જતાં અને મોતને ભેટતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક પરણિતા રવિનાબેનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પી.એમ. માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. સંબંધે ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે તળ ફળિયામાં રહેતાં સુમિત્રાબેન ભલજીભાઈ નીનામાએ લીમડી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતો. સ્થાનીક પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે ત્યારે પરણિતા કયાં કારણોસર આત્મહત્યા કરી? તે મામલે પણ પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.