ઝાલોદ નગરના થાળા સિંચાઈ ગામે પલ્સર મોટરસાયકલ પર લઈજતા વિદેશી દારૂ ઝડપાયો : ૬૫૨૪૦ રૂપિયાનો મુદ્દામાલ પકડાયો : મોટર સાયકલ ચાલક ગાડી મૂકી ફરાર
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૧
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ એમ.એસ.ભરાડા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ઝાલોદ પોલિસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રોહી જુગારની બદી નેસ્તનાબૂદ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ તથા એસ.સી.રાઠવા સીપીઆઇ ઝાલોદ ની રાહબરી હેઠળ લીમડી પોલીસ સ્ટેશનના એમ.એલ.ડામોરને મળેલ બાતમીને આધારે પોલિસ સ્ટાફ સાથે રાખી લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાળા સિંચાઈ ગામ તરફ જતા રસ્તેથી પલ્સર મોટરસાયકલ ઉપર લઈ જવાતા ઈંગ્લિશ દારુનો જથ્થો પકડી પાડેલ જ્યારે મોટરસાયકલ ચાલક નાશી છુટેલ હતો ,લીમડી પોલીસ દ્વારા 30240નો વિદેશી દારૂ અને પલ્સર મોટરસાયકલ જેની અંદાજિત કીમત ૩૫૦૦૦ થઈ 65240નો મુદ્દામાલ જપ્ત કરેલ છે