આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીની ઝાલોદ નગરમાં પરિવર્તન યાત્રા યોજાઈ : પરિવર્તન રેલીમા ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાયા
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૧
આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ગઠબંધન થયાં પછી પરિવર્તન યાત્રા આજરોજ ઝાલોદ નગરમાં આવી, આ યાત્રા ઉમરગામથી ચાલુ થઈ 10 થી વધુ જિલ્લામાં પસાર થઈ આજરોજ 18મા દિવસે ઝાલોદ નગરમાં આવી, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા દ્વારા શાસક પક્ષ અને વિરોધ પક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે હમે યાત્રા દરમિયાન અલગ અલગ વર્ગ, સમુદાયને મળ્યા ત્યા દરેક લોકોનો એક જ અવાજ છે કે ગુજરાતના છેલ્લા 27 વર્ષના શાસનમાં શિક્ષણ, દવાખાના, રોડ રસ્તા,પાણીની સુવિધા કથળી છે રોજગારી નથી, પાયાની સુવિધા નથી, ઓફિસોમા ભ્રષ્ટાચાર વધ્યો છે તેમજ શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંનેની મીલીભગતથી થતા વહીવટથી આમ પ્રજા ત્રાસી ગઈ છે, દિલ્હીમાં આમ આદમી સરકાર જેમ સામાન્ય જનતાની અવાજ સાંભળી સારું શિક્ષણ, વીજળી,તેમજ સારા દવાખાના છે તેવું શાસન ગુજરાતમાં પણ સામાન્ય પ્રજા માંગી રહી છે,જેમ દિલ્હીના સારા વહીવટ જોઈ પંજાબમાં પરિવર્તન આવ્યું તેવુંજ પરિવર્તન ગુજરાતની સામાન્ય પ્રજા પરિવર્તન માંગી રહી છે, આગામી ૨૦૨૨મા યોજાનાર ચૂંટણીમાં આમ આદમી અને ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે મળી ચૂંટલી લડશે અને ગુજરાતમા પરિવર્તન લાવશે
આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાયબલ પાર્ટીની પરિવર્તન રેલી ઝાલોદ નગરમાં ફરી હતી આ રેલીમા ખૂબ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા,આ પરિવર્તન રેલીમા આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા, બીટીપી ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશ વસાવા, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા, દાહોદ જિલ્લા પ્રભારી રમશુ હઠીલા, દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ ભાનુ પરમાર, બીટીપી દાહોદ જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર મેડા, ઝાલોદ આમ આદમી પ્રમુખ અનિલ ગરાસિયા, દાહોદ જિલ્લા બીટીપી મહામંત્રી સુરેશ ભૂરિયા, દાહોદ જિલ્લા યુવા મોચાઁ પ્રમુખ મનસુખ કટારા તેમજ આમ આદમી પાર્ટી તેમજ બીટીપી ના કાર્યકરો હાજર રહી રેલીને સફળ બનાવી હતી