લીમખેડા તાલુકાના દાભડા નજીક હાઈવે પર ટેન્કર તેમજ એસટી બસ વચ્ચે અકસ્માત ચાલક સહિત ૮ થી ૧૦ મુસાફરો ઈજાગ્રસ્ત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૨
લીમખેડા તા.૦૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે હાઇવે પર વહેલી સવારે ટેન્કર તેમજ એસટી બસ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કરના ચાલક તેમજ બસમાં મુસાફરી કરી રહેલા ૭ થી ૧૦ મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યું છે જાેકે બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા નજીક દાભડા ગામે આજરોજ સવારના સાત વાગ્યાના સુમારે ય્દ્ઘ – ૧૮ – ઢ – ૧૬૧૭ નંબરની એસટી બસ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થઇ રહી હતી તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલા સ્ૐ – ૦૮ – ય્છ – ૮૩૫૨ નંબરના ટેન્કર ચાલકે એસટી બસને જાેરભેર ટક્કર મારતા એસટી બસમાં મુસાફરી કરી રહેલ ૭થી ૧૦ મુસાફરો તેમજ ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત થતાં તેઓને તાબડતોડ ૧૦૮ મારફતે સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એસ.ટી.બસ તેમજ ટેન્કર ક્ષતિગ્રસ્ત બનવા પામ્યા હતા જાેકે આ બનાવમાં સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી હતી.