દાહોદ શહેરમાં ખિસ્સા કાતરૂઓ અને ગઠીયાઓનો વધતો ત્રાસ
રિપોર્ટર : ગગન સોની
દાહોદના એમ.જી. રોડ પર રૂા. ૨.૨૯ લાખના મુદ્દામાલ ભરેલ બેગની ચોરી
દાહોદ તા.૦૨
દાહોદ શહેરના એમ.જી. રોડ ખાતેથી ગત તા.૨૦મી મેના રોજ દાહોદ શહેરના ભોઈવાડા સૈફી મહોલ્લા વિસ્તારમાં રહેતાં મહમદજુનેદ જાકીરભાઈ સબ્જીફરોજ (કુંજડા) એ પોતાની રોકડા રૂપીયા ૧,૬૪,૦૦૦ ભરેલ બેગ તેમજ તેમાં પોતાનો એક મોબાઈલ ફોન, એક દોઢ તોલા સોનાની ચેઈન, એક મોબાઈલ ફોન, આધારા કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ વિગેરે દસ્તાવેજાે મળી કુલ રૂા. ૨,૨૯,૫૦૦નો મુદ્દામાલ ભરેલ બેગ દાહોદ શહેરમાં આવેલ એમ.જી. રોડ મોચીવાડ ી ખુંટ ખાતે આવેલ યુનિક મોબાઈલ પોઈન્ટ ખાતે મુકી રાખી હતી તે સમયે કોઈ અજાણ્યા ઈસમે પોતાનો કસબ અજમાવી મહમદજુનેદભાઈની નજર ચુકવી ચોરી કરી લઈ નાસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સંબંધે મહમદજુનેક જાકીર શબ્જીફરોજ (કુંજડા) એ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદના દર્પણ સિનેમા રોડ પરથી મહિલાના પર્સમાંથી રૂા. ૫૦ હજારની ચોરી
દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતેથી એક મહિલાના પર્સમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી રોકડા રૂા. ૫૦,૦૦૦ સેરવી લેતાં વિસ્તારમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી. દાહોદ શહેરમાં ખિસ્સા કાતરૂ સહિત તડફંચી કરતાં ગઠીયાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. ભીડભાડવાળી જગ્યાએ આવા ગઠીયાઓ પોતાનો કસબ અજમાવી રોકડ સેરલી લેતાં હોય છે ત્યારે ગત તા.૩૦મી મેના રોજ આરતીબેન સુભાષભાઈ ભુરીયા (રહે. અંતરવેલીયા, પ્રતાપપુરા ફળિયા, તા. ઝાલોદ, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) ના દાહોદ ખાતે આવ્યાં હતાં અને તેઓ દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે ઓમ હોસ્પિટલ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી આરતીબેનના પર્સમાં મુકી રાખેલ ૫૦૦ના દરની કુલ ૧૦૦ નોટોનું બંડલ કિંમત રૂા. ૫૦,૦૦૦ની નજર ચુકવી ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે આરતીબેન સુભાષભાઈ ભુરીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.