દાહોદમાં વિકાસ કામોની સમીક્ષા કરતા પ્રભારી અધિકારી શ્રી રાજકુમાર
મહત્વાકાંક્ષી જિલ્લા દાહોદમાં વિકાસ કામોની
સમીક્ષા કરતા પ્રભારી અધિકારી શ્રી રાજકુમાર
મહત્વાકાંક્ષી જિલ્લાના માપદંડો મુજબ સમીક્ષા કરવામાં આવી, જિલ્લાના તમામ અધિકારીઓને ટીમ બની કામ કરવાની શીખ
કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ દાહોદમાં હાથ ધરવામાં આવેલા વિવિધ યોજનાકીય કામોની સમીક્ષા પ્રભારી અધિકારી અને કેન્દ્ર સરકારમાં ઇએસઆઇસીના ડાયરેક્ટર જનરલ શ્રી રાજકુમારે કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને એક ટીમ બનીને કામ કરવા શીખ આપી હતી. બેઠકના પ્રારંભે કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે પ્રભારી અધિકારીશ્રીનું સ્વાગત કર્યું હતું. તે બાદ મહત્વાકાંક્ષી જિલ્લાના માપદંડો મુજબ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં શ્રી રાજકુમારે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પોષણ, પાણી જેવા માપદંડોનો આધાર લઇ મહત્વાકાંક્ષી જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ વિભાગોની કામગીરી વિશેષ લક્ષ્ય આપવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપી લોકોનું કલ્યાણ અને તેનો ઉત્કર્ષ કરવાનો ઉદ્દેશ છે. જે માટે દાહોદ જિલ્લાના તમામ અધિકારીઓએ એક ટીમ બનીને કામ કરવું જોઇએ. આ બેઠકમાં શાળામાં બાળકો અને શિક્ષકોની હાજરી, સગર્ભા મહિલાઓની નોંધણી અને તેની સંભાળ, પોષણક્ષમ આહારનું વિતરણ, બાળકોમાંથી કુપોષણની નાબૂદી, કૃષિ અને પશુપાલન, પાક વીમો, સિંચાઇની સુવિધા, પ્રધાન મંત્રી જીવન જ્યોત યોજના, સંકલિત બાળ વિકાસ યોજના સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી સમીક્ષા બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી ગેલાટ, ડીઆરડીએના નિયામક શ્રી બલાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

