ઝાલોદ નગરના હેતા ટ્યૂશન સંચાલક વિરૃધ્ધ છેડતી કર્યાની ફરિયાદ નોંધાઇ : હેતા ટ્યૂશનના સંચાલક વિરૃધ્ધ થોડા દિવસ અગાઉ દુષ્કર્મનો કેસ નોંધાયેલ છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૫
ઝાલોદ નગરના હેતા ટ્યૂશન ક્લાસિસના સંચાલક નૈનેશ ભૂરજી ડામોર વિરુદ્ધ થોડા દિવસ અગાઉ એક યુવતીનો વોશ રૂમમાં વિડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મનો કેસ નોંધાયેલ હતો, આ ટ્યૂશન ક્લાસિસના સંચાલક નૈનેશ ડામોર પર અન્ય એક વિદ્યાર્થીની દ્વારા છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ફરી એક વખત આવો કિસ્સો સામે આવતા નગરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો, શિક્ષક જ હેવાન બને તો વિદ્યાર્થીનીઓ કેટલી સુરક્ષિત એવો એક સવાલ પાછો ઉભો થવા પામ્યો હતો
થોડા દિવસ અગાઉ નૈનેશ ડામોર પર દુષ્કર્મના કેસની વાતો હજુ ભુલાય તે પહેલાં હેતા ટ્યૂશન ક્લાસિસમા અભ્યાસ કરવા આવતી અન્ય એક વિદ્યાર્થીની દ્વારા હિંમત દાખવી લંપટ શિક્ષક વિરૃધ્ધ છેડતીની ફરિયાદ ઝાલોદ પોલીસ મથકે કરેલ છે , આ વિદ્યાર્થીની દ્વારા ફરિયાદમાં જણાવ્યું છે કે શિક્ષક દ્વારા ક્લાસિસમા અંદરના રૂમમાં બોલાવી હાથ પકડી શારીરિક અડપલાં કર્યા હતા તેવું નિવેદન ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આપેલ છે જેથી હેતા ટ્યૂશન સંચાલક નૈનેશ ડામોર પર વધુ એક ફરિયાદ નોંધાઇ હતી, ઝાલોદ પોલિસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે