ઝાલોદ તાલુકા લીમડી નગરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી : વૈદેહી પ્રકૃતિ વનમાં પ્રતીકરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૫
આજરોજ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૈદેહી પ્રકૃતિ વનમાં પ્રતીકરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું,વધતો જતો તાપમાનનો પારો ભવિષ્ય માટે જોખમી ભવિષ્ય માટે જોખમી પુરવાર થશે ત્યારે તેનાથી બચવા આપણી પાસે એકમાત્ર ઉપાય છે વૃક્ષારોપણ ,પર્યાવરણજાળવણી આપણી સૌની નૈતિક ફરજ છે.આગામી ચોમાસામાં પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ લીમડી દ્વારા વધુ વૃક્ષો લગાવવામાં આવશે.આજે વન વિભાગ દ્વારા તુલસી છોડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા,ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા લગાવેલ વૃક્ષોની સતત જાળવણી કરવામાં આવી રહી છે.