સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક કરેલી ૬૦ ટ્રીપ રદ કરી લાખોનું રિફન્ડ મેળવવાના કૌભાંડમા : સાયબર સેલે દાહોદના ૩ એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૬

દાહોદ તા.૦૬
દાહોદ – ગોંડલના ૪ એજન્ટ અને ગોંડલ ડેપોના કંડકટરની સંડોવણી સુરત એસટીના ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડ ચોરી બસની ઓનલાઈન બુક કરેલી ૬૦ ટ્રીપ રદ કરી લાખોનું રિફન્ડ મેળવવાના કૌભાંડમાં સાયબર સેલે દાહોદના ૩ એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી હતી . આ ટોળકીએ મીલિભગત રચી સરકારી તિજાેરીને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. રેકેટમાં મુખ્ય સુત્રધાર તરીકે એસટીના જ અધિકારી કે કર્મચારીની સંડોવણી બહાર આવવાની પોલીસને આશંકા છે. સુરત એસટી ડેપોના મેનેજર વિરેન્દ્ર પવારના આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરી એસ.ટી. બસની ઓનલાઈન ટિકિટ રદ્દ કરી લાખો રૂપિયા ઓહીયા કરી જવાનું ભોપાળું બહાર આવ્યું હતુ . સુરત ડેપો મેનેજરના આઈડી – પાસવર્ડથી ટિકિટ રદ કરી ટાઉટ દ્વારા રિફન્ડ મેળવવા માટે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતુ જેમાં એસ.ટી. તંત્રએ સાયબર ક્રાઇમમાં ૬.૧૨ લાખના ફ્રોડની ફરિયાદ નોંધાવી હતી . પોલીસની પ્રાથમિક તપાસમાં કુલ ૬૦ ટ્રીપનું બુકિંગ રદ કરી જે ૧.૫૮ લાખનું રિફન્ડ મેળવવામાં આવ્યું હતું તે રિફંડની રકમ દાહોદના ૧૧ બુકિંગ એજન્ટના એકાઉન્ટમાં જમા થઇ હતી . જે દિશામાં સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સને આધાર બનાવી તપાસ કરી હતી . આખરે આ કૌભાંડમાં ઓનલાઇન ટિકિટ બુકિંગ કરતા ચાર એજન્ટ વિપુલ ભગાભાઇ મોહનીયા ( ઉ.વ .૨૪ , રહે – મોહનીયા ફળિયું . નરવાઇ , ગરબાડા , દાહોદ ) , ચિંતન સંજય પંચાલ ( ઉ.વ .૨૫ રહે- શિવનગર , ગરબાડા , દાહોદ ) , કુલદીપસિંહ જનકસિંહ જાડેજા ( ઉ.વ .૩૦ , રહે- જીત સોસાયટી , માલધારી હોટલ પાસે , ગોંડલ રાજકોટ- મુળ કાલાવડ , જી નનગર ) . સુરેશજનકસિંહ જાડેજા ( ઉ.વ .૩૦ , રહે- જીત સોસાયટી , માલધારી હોટલ પાસે , ગોંડલ રાજકોટ- મુળ કાલાવડ , જી નનગર ) . સુરેશ કરણભાઇ નલવાયા ( ઉ.વ .૨૮ , રહે- નલવાયા ફળિયું . મંડોળ , ધાનપુર , દાહોદ ) અને ગોંડલ ડેપોના બસ કંડકટર અનવર મોહમંદ યુસુફ આકબાણી ( ઉ.વ .૫૧ , રહે ચક્કીવાલાની શેરી . કાલાવડ , જામનગર ) ની ધરપકડ કરી હતી . પોલીસના જણાવ્યા પ્રમાણે ડેપો મેનેજરના આઇડી – પાસવર્ડ ચોરી આ રેકેટ આચરવામાં આવ્યું હોય એસટીના જ કોઇ સ્ટાફે ભૂંડી ભૂમિકા ભજવી હોવાની શક્યતા છે . આગામી દિવસોમાં કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!