કતવારા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ તથા પી.એસ.આઇ રૂપિયા ૪૦ હજારના લાંચ કેસમાં સંડોવતા દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ

દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલ તથા પી.એસ.આઈ. ગતરોજ પોલિસ મથકમાં જ લુંટના ગુન્હામાં ઝડપાયેલ બે ઈસમોને માર નહીં મારવા બાબતે યુવકના પરિવારના એક સદસ્ય પાસેથી રૂ.૪૦,૦૦૦ ની માંગણી કરતાં આ લાંચની રકમ વ્યÂક્ત આપવા માંગતા ન હોય જેથી તેને એસીબી નો સંપર્ક સાંધતા છોટાઉદેપુરની એસ.સી.બી.ટીમે કતવારા પોલિસ મથકે છટકુ ગોઠવતા લાંચની રકમ લેતા પોલિસ કોન્સ્ટેબલ રંગેહાથે ઝડપાઈ જવા પામ્યો હતો જ્યારે પીએસઆઈ એસીબીની ટ્રેપ જાઈ નાસી જવામાં સફળ રહેતા હાલ પોલિસે તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.
દાહોદ પોલિસ હદ વિસ્તારમાં કેટલાક દિવસો પુર્વે કતવારા પોલિસે લુંટના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને બોરડી ગામએથી તા.૨૨.૦૯.૨૦૧૯ ના રોજ ઝડપી પાડ્‌યા હતા. આ બંન્ને ઈસમોને માર નહીં મારવા માટે કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલ હાર્દિક કાંતીભાઈ બારીયાએ રૂ.૪૦,૦૦૦ કતવારા પોલિસ મથકના પી.એસ.આઈ.આર.આર.રબારીને આપવા જણાવ્યુ હતુ.  જે લાંચના રૂપીયા ઝડપાયેલ ઈસમના પરિવારના એક સદસ્ય આપવા માંગતા ન હોય આ સંબંધે તેઓએ એસીબી પોલિસનો સંપર્ક સાંધ્યો હતો અને આ તમામ બાબતો એસીબી પોલિસને જણાવતા છોટાઉદેપુરની એસીબી પોલિસ ઈન્સ્પેક્ટર  એન.એલ.પાંડોર તથા તેઓની ટીમ ગતરોજ સાંજના સમયે કતવારા પોલિસ મથકે છટકુ ગોઠવ્યુ હતુ. આ સાથે લાંકના રૂ.૩૯,૫૦૦ લઈ બે યુવકોના પરિવારનો એક સદસ્ય કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલ હાર્દિક બારીયાને આપતા જ છોટાઉદેપુરની એસીબી ટીમે આ પોલિસ કોન્સ્ટેબલને લાંચના રૂપીયા ૩૯,૫૦૦ લેતા રંગેહાથે ઝડપી પાડ્‌યો હતો. આ બાદ પોલિસ મથકમાં હાજર પીએસઆઈ આર.આર.રબારી એસીબીની ટ્રેપ જાઈ સ્થળ પરથી નાસી છુટ્યા હતા. આ બાદ એસીબીની ટીમે ઝડપી પાડેલ કતવારા પોલિસ મથકના પોલિસ કોન્સ્ટેબલની અટક કરી બંન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી છે અને ફરાર પીએસઆઈ આર.આર.રબારીને પણ ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. કતવાર પોલિસ મથકના પી.એસ.આઈ. તથા પોલિસ કોન્સ્ટેબલ લાંચના કેસમાં સપડાતા દાહોદ જિલ્લા પોલિસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!