તાલુકાના ચોસાલા ગામે પોલીસે સપાટો બોલાવ્યો : રૂપિયા ૫૯,૬૧૬/ ના પ્રોહી સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો કિશોર સહિત ત્રણની અટકાયત કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી પોલીસે રૂપિયા ૫૯,૬૧૬/- ના વિદેશી દારૂના જથ્થા સાથે પણ જણાની અટક કર્યાનું જાણવા મળે છે જ્યારે ત્રણ પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની પણ પોલીસે અટકાયત કરી છે પોલીસે બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૨૯,૬૨૬/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગત તારીખ ૮ જૂનના રોજ ચોસલા ગામે પોલીસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાનામોટા વાહનોની તપાસ હાથ ધરી રહ્યા હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે મોટર સાયકલો પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાની સાથે બંને મોટરસાયકલ અને ચારે તરફથી ઘેરી લઇ બે મોટરસાઈકલ પર સવાર કમલેશભાઈ ધિરજીભાઈ પલાસ (રહે. બોરવાની, ખાયા ફળિયું તા.જિ.દાહોદ), વિપિસિંહ ઉર્ફે વિપેશ રામસીંગભાઈ સંગાડા (કાલીગામ, ઈનામી ફળિયું, તા. ઝાલોદ, જી. દાહોદ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરની અટકાયત કરી પોલીસે તેઓની પાસેથી વિદેશી દારૂનો કુલ રૂપિયા ૫૯,૬૧૬/- તેમજ બંને મોટર સાયકલ ની કિંમત મળી કુલ રૂપિયા ૧,૨૯,૬૧૬/- મુદ્દામાલ કબજે કરી દાહોદ તાલુકા પોલીસે ઉપરોક્ત ત્રણે જણા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: