ઝાલોદ નગરના લીમડી પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી પડાયો : છેલ્લા સાડા ત્રણ માસથી કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત શહેરના પ્રોહી ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લીમડી પોલિસ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૨
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પોલીસ અધીક્ષક બલરામ મીણા,દાહોદ દાહોદ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું ડ્રાઇવ નું આયોજન કરેલ જે આધારે I/C નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા સા.ઝાલોદ વિભાગ નાઓએ જરૂરી સૂચના આપેલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી.રાઠવા નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ લીમડી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર
તથા લીમડી પોલીસ સ્ટાફના માણસો લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન કાપોદ્રા પોલીસ મથકનો આરોપી છેલ્લા સાડા ત્રણ માસથી નાસતો ફરતો આરોપી મનુભાઇ મગનભાઇ ડામોર રહે. સરપંચ ફળિયું પરથમપુર તા.ઝાલોદ, જી. દાહોદ ના તેના ઘરે હાજર હોવાની ચોક્કસ બાતમીના આધારે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આમ છેલ્લા સાડા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી ને લીમડી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે

