દાહોદ જિલ્લામાં બે સ્થળોએથી પોલીસે કુલ રૂા. ૧૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ૩ની અટકાયત કરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના રામપુરા ગામે હાઈવે રોડ પરથી દાહોદ એલ.સી.બી પોલીસે એક ટેમ્પામાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા ૧૨,૨૩,૦૪૦/- જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા ૨૨,૨૮,૦૪૦/- ના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હોવાનું તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા અન્ય ૨ જેટલા ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગત તારીખ ૧૦મી જૂનના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના રામપુરા ગામે ઇન્દોર થી ગોધરા તરફ જતાં નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઉભા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો ફોરવીલ ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેમ્પો ગાડી નજીક આવતાની સાથે પોલીસે ટેમ્પા ગાડી ને ચારે તરફથી ઘેરી લીધી હતી ગાડીમાં સવાર ચાલક મગારામ આસુરામ જાટ (રહેવાસી રાજસ્થાન, જિ.બાડમેર) ની પોલીસે અટકાયત કરી ટેમ્પા ગાડીની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૨૮૩૨ કિંમત રૂપિયા ૧૨,૨૩,૦૪૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા ૨૨,૨૮,૦૪૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો આ વિદેશી દારૂની હેરાફેરીમાં સામેલ કાલુ (સેતરાઉ) (રહે.ગુડગાંવ, હરિયાણા) અને વડોદરા ગોલ્ડન ચોકડી નો અન્ય એક ઈસમ વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ચારી ગામેથી દાહોદ એલ.સી.બી પોલીસે એક મહિન્દ્રા ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા ૨,૪૪,૦૮૦/- ના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડી ની કિંમત મળી કુલ રૂપિયા ૩,૯૮,૦૮૦/- ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે જણાની અટકાયત કરી જ્યારે અન્ય એક ઈસમ ચકમો આપી નાસી જવામાં સફળ થયાનું જાણવા મળે છે. તારીખ ૧૧મી જૂનના રોજ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકાના ચારી ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનો ની તલાશી હાથ ધરતા હતા તે સમયે બાતમીમાં દર્શાવેલ એક મહિન્દ્રા બોલેરો ફોર વીલ ગાડી ત્યાંથી પસાર થતા પોલીસ સાબદી બની હતી ગાડી નજીક આવતાની સાથે તેને ચારે તરફથી ઘેરી લેતાં પોલીસે ગાડીમાં સવાર રમેશભાઈ કેશાભાઈ બારીઆ (રહે. નળુ, ટેકરી ફળિયું, તા. ધાનપુર જિ. દાહોદ) અને ભુપેન્દ્રસિંહ ઇશ્વરભાઇ પરમાર (રહે. ચારી, કાળિયા ફળિયા તા. ધાનપુર, જિ. દાહોદ) ની પોલીસે અટકાયત કરી જ્યારે પપ્પુભાઈ માવી (રહે. કઠીવાડા મધ્ય પ્રદેશ) નો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે મહિન્દ્રા બોલેરો ફોર વીલર ગાડી ની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. ૨૦૬૪ રૂપિયા ૨,૪૪,૦૮૦/- અને મહિન્દ્રા બોલેરો ફોર વીલર ગાડી ની કિંમત મળી કુલ રૂપિયા ૩,૯૮,૦૮૦/- નો મુદ્દામાલ કબજે કરી ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: