ઝાલોદ નગરમાં પોતાના પતિ માટે વટસાવિત્રી પૂજા કરતી મહિલાઓ : પોતાના પતિની લાંબી ઉમર અને ગુણવાન સંતાન માટે મહિલાઓ આ વ્રત કરે છે

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૫

ઝાલોદ નગરમાં આજરોજ મહિલાઓ સોળ શણગાર કરી મંદિરે વડની પૂજા કરવા જતી જોવા મળતી હતી, સવારથીજ મહિલાઓનો ઘસારો મંદીર ખાતે જોવા મળતો હતો ,હિન્દુ ધર્મ અનુસાર પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તેમજ સંતાન વગરની સ્ત્રીઓ ગુણવાન સંતાનની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે, ગુજરાતમાં આ વ્રત જેઠ મહિનામાં પૂનમના દિવસે કરવામાં આવે છે,આ વ્રતમાં વડના ઝાડની પૂજા સામગ્રી થી પૂજા અર્ચના કરવામાં આવે છે, જૂની માન્યતા અનુસાર મહિલાઓ વડને જળ ચઢાવી સૂતરના દોરા વડે ૧૦૮ વાર વીંટાળી મહિલાઓ પ્રદક્ષિણા કરી પતિના લાંબા જીવન માટે પ્રાર્થના કરી પરિવાર માટે સુખ, સંપત્તિ તેમજ પ્રેમ માટે પણ પ્રાર્થના કરે છે અને ઉપવાસ પણ રાખે છે તેમજ બધી મહિલાઓ ભેગી થઈ વટસાવિત્રી વ્રતની કથા સાંભળે છે ,જૂની કથાઓ અનુસાર સાવિત્રી પોતાના મૃત પતિનો જીવ વડની નીચેજ લાવી હતી, તેના પતિવ્રત થી યમરાજ પ્રસન્ન થયા હતા અને આશીર્વાદ આપ્યા હતા આ કારણે મહિલાઓ વડની પૂજા કરે છે, આ વ્રત પરિણીત મહિલાઓ જ રાખે છે અને પરિણીત મહિલાઓ ખુબજ આદર અને શ્રદ્ધા સાથે આ વ્રત કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: