દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા પંચાલ સમાજ ની વાડી ખાતે કારોબારી સભા યોજાઈ : ઝાલોદમાંથી કાર્યાધ્યક્ષ તરીકે અનિલ પંચાલ અને લીમડી માંથી ખજાનચી તરીકે હિતેન્દ્ર પંચાલની નિમણૂક કરાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૫
દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ છેલ્લા સાત વર્ષથી રજીસ્ટર્ડ સંસ્થા કાર્યરત છે જે દાહોદ જિલ્લા પંચાલ સમાજમાં વિવિધ પ્રવૃતિઓ દ્વારા સામાજિક સંગઠનના કાર્યો કરી રહ્યું છે .આ વર્ષે સંસ્થાની બે ટર્મ પૂર્ણ થતાં ત્રીજી ટર્મ માટે જિલ્લાના તમામ તાલુકા માંથી સ્થાનિક સમિતિઓ દ્વારા સર્વાનુમતે કારોબારીની નિમણૂક કરીને પાંચ ઝોન માંથી ૫૧ કારોબારી સભ્યોને જિલ્લા ટીમમાં મોકલવામાં આવેલ તારીખ ૧૨મી જૂન રવિવારના રોજ પંચાલ સમાજ જમણવાડી દાહોદ ખાતે મળેલ કારોબારી મિટિંગમાં નવી ટર્મના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઇ એન પંચાલ (દાહોદ) મહામંત્રી તરીકે સુરેશભાઈ પંચાલ (બલૈયા) ને ત્રીજી ટર્મ માટે રિપીટ કારવામાં આવ્યા .જ્યારે કાર્યકારી અધ્યક્ષ તરીકે ઝાલોદમાં વિવિધ સંસ્થાનો મા પ્રતિનિધિત્વ કરતા સેવાભાવી યુવાન કાર્યકર અને ઝાલોદ મંદિર સમિતિના મંત્રી શ્રી અનિલકુમાર આર પંચાલની સર્વાનુમતે નિમણૂક કરવામાંઆવી હતી .જેને સૌ કોઈએ વધાવી લીધી હતી …અત્રે એઉલ્લેખનિય છે કે ઉપપ્રમુખ તરીકે સક્રિય સમજસેવી અશ્વિનકુમાર પંચાલ ની વરણી કરવામાં આવી હતી જેને સૌ કોઈ વધાઈ લીધી હતી.