ઝાલોદમાં સ્વેચ્છાએ દબાણ હટાવવા પાલિકા દ્વારા 40 ને નોટિસ : ઝાલોદ નગરમાં દબાણો કરનાર પર તંત્ર દ્વારા લાલ આંખ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૫

 ઝાલોદ નગર તેમજ આસપાસ વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી ઝાલોદ નગરની ટ્રાફિક સમસ્યા તેમજ દબાણથી હેરાન છે,દબાણને લઈ આવતા જતા વાહનોને નીકળવું મુશ્કેલ થઈ પડે છે, ઝાલોદ બસ સ્ટેશન થી ઠુંઠી કંકાસીયા રોડ, બાસવાડારોડ તેમજ ઝાલોદ નગરમાં અન્ય જગ્યાઓએ રોડ સુધી રસ્તા પર દબાણ વધતા આવવા જવા માટેનો રોડ સાંકડો થતો જોવાય છે તેથી આવતા જતા લોકોને ત્યાથી નીકળતા ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ,અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવેલ છે તેથી આખરે પાલિકા તંત્ર એક્શનમાં આવી જઈ દબાણ કરનાર 40 જેટલા લોકોને નોટિસ ફટકારી છે અને સ્વેચ્છાએ દબાણ દુર કરવા કહ્યું છે અને જો સ્વેચ્છાએ દબાણ નહીં હટાવેતો ઝાલોદ નગરના સરકારી જમીનો પરના દબાણ હટાવવા ઝાલોદ નગરપાલિકા, પોલીસ, મામલતદારની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનારની નોટીસ ફટકારવામાં આવેલ છે આથી દબાણ કરતા લોકોમા ફફડાટ જોવા મળ્યો હતો ,દબાણ ખાલી કરાવા માટે નોટિસો ફટકારતાં ઝાલોદ નગરમાં ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે, આમ જાહેર રસ્તાઓ પર જો દબાણ દુર થશેતો ઝાલોદ નગરની ટ્રાફિકને થતી સમસ્યા આપોઆપ જ દૂર થઈ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: