દાહોદ એસ.ઓ.જી. પોલીસે માઉઝર પિસ્ટોલ સાથે એકને ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૬
દાહોદ એસ.ઓ.જી. પોલીસને ગત તા.૧૪મી જુનના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને કમલેશભાઈ બચુભાઈ હઠીલા (રહે. પરથમપુર, ધોળીદાતી, ગડી ફળિયુ, તા. ઝાલોદ, જિ.દાહોદ) પાસેથી ઝાલોદ તાલુકાના પાવડી ગામેથી તેની અંગ ઝડતીમાંથી અંગ ઝડતી કરતાં તેની પાસેથી પોતે પોતાના ઉપયોગ માટે કે કોઈને વેચવા અથવા તબદીલ કરવા પોતે રાખેલ લોખંડની માઉઝર (પીસ્ટલ) કિંમત રૂા. ૧૫,૦૦૦, ત્રણ કાર્ટીઝ કિંમત રૂા. ૧૫૦ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૨૦,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો.