મામલતદાર કચેરી દેવગઢ બારીયા ખાતે વિધવા સહાય કેમ્પ યોજાયો

દેવગઢ બારીયા ખાતે એક જ દિવસમાં ૩૨૩ વિધવા મહિલાઓને સહાયની મંજૂરી
રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહયા
ઉપસ્થિત અરજદારોને વિધવા સહાય યોજના અને અરજી પ્રક્રીયા વિશે માહિતી આપી

શુક્રવાર, દાહોદ :

મામલતદાર કચેરી દેવગઢ બારીયા ખાતે વિધવા સહાય કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં રાજય કક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ ઉપસ્થિત રહયા હતા અને કેમ્પમાં હાજર અરજદારોને અરજી કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને જે લાભાર્થીઓની અરજી મંજુર થઇ ગઇ હોય તેમને મંજુરી પત્રની વહેંચણી કરી હતી.

વિધવા સહાય કેમ્પ ખાતે ઉપસ્થિત અરજદારોલાભાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે, સરકાર વિધવા બહેનો પ્રત્યે ખૂબ સંવેદના ધરાવે છે અને તેમના જીવનસંધર્ષને સમજે છે માટે જ વિધવા સહાય યોજનામાં અગાઉ જે ૨૧ વર્ષનો પુત્ર થાય તો સહાય બંધ કરી દેવામાં આવતી હતી તે નિયમને દૂર કરવામાં આવ્યો છે અને ૨૧ વર્ષનો પુત્ર હોય છતાં પણ બહેનો અરજી કરી લાભ મેળવી શકે છે.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડે મામલતદાર કચેરીના કર્મચારીઓને પણ મોડે સુધી રોકાઇને તમામ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવેલા વિધવા સહાય કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અરજીથી લઇને તમામ પ્રક્રીયા એક જ સ્થળે પૂરી કરી લાયક લાભાર્થીઓને મંજુરી પત્ર વહેચવામાં આવ્યા હતા. વિધવા સહાય કેમ્પમાં ૧૦૦૩ જેટલા અરજદારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી ૩૨૩ અરજદારોની અરજીસંલગ્ન તમામ પ્રક્રીયા પૂર્ણ કરી એક જ દિવસમાં મંજુરી પત્ર આપી દેવામાં આવ્યા હતા. બાકીના લાયક અરજદારોને પણ બે દિવસમાં મંજુરી પત્ર ફાળવી દેવામાં આવશે તેમ પ્રાંત અધિકારી શ્રી એ.આઇ.સુથારે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: