માર્ગનું નામ વિશ્વકર્મા માર્ગ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું : દાહોદના ગૌશાળાથી દૌલતગંજ બજાર સુધીનો રસ્તો ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ગૌશાળા વાળા રસ્તે વિશ્વકર્મા મંદિરથી થોડેક આગળ એક રસ્તો વર્ષોથી વિવાદિત હતો અને તે રસ્તો સીધો જ ગોવિંદ નગરના બાગ સામે દૌલત ગંજ કન્યા શાળા પાસે થઈને નીકળે છે જે માર્ગ ખાનગી માલિકી સાથે એક બીજાને સમજૂતી કરાર થી દસ્તાવેજ કરી આપી માર્ગ ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે જ્યારે આજે તા. ૧૬મી જુનને ગુરૂવારના રોજ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલની અધ્યક્ષતામાં આ કરાર કરેલ હતો તેમની સાથે વાત ચીત કરી તેનો સુમેળભર્યો નિકાલ આવેલ છે.
આ રસ્તો સીધો હવે ગોવિંદ નગર બાગ ની સામેથી વિશ્વકર્મા મંદિર તરફ દર્શનાર્થે જઈ શકાશે. માટે વોર્ડ નં. ૭ ના તમામ કાઉન્સિલર દ્વારા પ્રમુખ રીનાબેન ને વિનંતી કરવામાં આવી હતી કે હવે થી આ માર્ગ નું નામ વિશ્વકર્મા માર્ગ નામ આપવામાં આવે ત્યારે તેમણ કહ્યું કે આવતી સામાન્ય સભામાં આપની વાતની દરખાસ્ત અમે મૂકીને તે માર્ગનું નામ વિશ્વકર્મા માર્ગ આપીશું તેવી બાહેધરી આપી હતી.
માર્ગના સુમેળભર્યો નિકાલ લાવવા માટે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપ પ્રમુખ અબ્દી ચલ્લાવાલા, પક્ષના નેતા રાજેશ સહેતાઇ અને વોર્ડ નંબર ૭ ના કાઉન્સિલર શ્રધ્ધાબેન ભડંગ, હંસાબેન વહોનીયા, લલિતનભાઈ પ્રજાપતિ, નૃપેંન્દ્ર દોશી તથા અન્ય કાઉન્સિલર હાજર રહ્યા હતા.