ગુજરાત સરકારની રાજયવ્યાપી બદલીમાં ઝાલોદ નગરના મામલતદાર બદલાયા : ઝાલોદ ખાતે ભેંસાણના મામલતદાર એ.પી.ઝાલા ચાર્જ લેશે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૯
ગુજરાત ખાતે પુરા રાજ્યમાં હાલ વિવિધ કચેરીઓમા મામલતદાર તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બઢતી સાથે અલગ અલગ તાલુકાઓમાં ગુજરાત સરકારના આદેશ મુજબ બદલીના હૂકમ થયેલ છે, તે સંદર્ભે ઝાલોદ તાલુકાના હાલના મામલતદાર જે.વી.પાંડવ ની બદલી ફતેપુરા મુકામે મામલતદાર તરીકે કરવામાં આવેલ છે અને ઝાલોદ ખાતે જે.વી.પાંડવની જગ્યા પર ભેંસાણના મામલતદાર તરીકે ફરજ નિભાવતા એ.પી.ઝાલાની નિમણૂક કરવામાં આવેલ છે હાલ બંને અધિકારીઓ ગુજરાત સરકારના નિયમ મુજબ ક્યારે ચાર્જ લેશે તેની સત્તાવાર માહિતી મળેલ નથી