ઝાલોદ નગરમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થતાં વિકાસના કાર્યો અટક્યા : ઝાલોદ નગરમાં છેલ્લા 5 વર્ષથી હવાલાના ઓફિસરનો વહીવટ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૯
ઝાલોદ નગરમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થતાં ઝાલોદ નગરના વિકાસના કામો તેમજ મહત્વના દફતરી કાર્યો મંથર ગતિએ થઈ રહ્યા છે, જો ઝાલોદ નગર પાલિકાને કાયમી ચીફ ઓફિસર મળેતો વહીવટી કાર્યો તેમજ નગરના વિકાસના કાર્યો ઝડપથી થાય તેમ છે, ઝાલોદ નગરને ક્યારેક ચાર્જમા તો ક્યારેક કરાર આધારિત ચીફ ઓફિસર જ મળ્યાં છે જેથી અતિ મહત્વના કાર્યો થતાં નથી, હાલ ઝાલોદ નગરને કાયમી ચીફ ઓફિસર મળે તેવી વાતો નગરમાં ચર્ચાઈ રહી છે જેથી ઝાલોદ નગરનો વિકાસ પાટા પર આવે, હવે જોવાનું છે કે ઝાલોદ નગર પાલિકામા મુખ્ય અધિકારીની જગ્યા પર લાગેલ ગ્રહણ ક્યારે દૂર થશે