યુવકે ઘરમાં કમાવવાવાળંુ ન હોઇ ચોરી કરી : દેવગઢ બારીઆના ભડભા ગામે ગ્રીન વાટિકા રીસોર્ટની ચોરીનો ભેદ ઉકેલી એકને ઝડપી પાડ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
દાહોદ તા.૧૯
દેવગઢ બારિયાના ભડવામાં ગ્રીન વાટીકા રીસોર્ટમાં થયેલી ચોરીનો ગણતરીના કલાકોમાં ભેગા ઉકેલી ચોરીમાં ગયેલ ૧.૮૯ લાખ રોકડા તથા મોબાઇલ ચાર્જર સાથે સાલીયાના યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. બારિયાના ભડવા ગામે વાટીકા ગ્રીન રીસોર્ટ હોટલને તસ્કરોએ નિશાન બનાવી ટેબલનું ડ્રોવર લોક ખોલી વકરાના ૧,૮૯ લાખ તથા આઇફોનનું ચાર્જર ૧૫૦૦નું મળી કુલ ૧,૯૦,૫૦૦ની તસ્કરી કરી નાસી ગયા હતા. આ સંદર્ભે બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બાદ દાહોદ એસપી બલરામ મીણાએ આરોપીઓને ઝડપવા માર્ગદર્શન કરતાં લીમખેડા ડીવાયએસપી બાર.બી.દેવધા, એએસપી કોંકોડા સિધ્ધાર્થ, દે. બારિયા પોસઇ એન.જે.પંચાલ સહિત સ્ટાફની ટીમો બનાવી તપાસ હાથ ધરી અને ગ્રીન વાટીકા રીસોર્ટ પર કામ કરતા મેનેજર તથા કર્મીઓના નિવેદનો લીધા હતા.
ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરેલ તે દરમિયાન ગ્રીન વાટીકા રીસોર્ટથી થોડે દુર રોડની નજીક બિનવારસી ય્ત્ન – ૦૬ – હ્લય્ – ૩૭૬૯ નંબરની મળેલી બાઇકને પોકેટકોપમાં સર્ચ કરતા પ્રવિણભાઇ પ્રતાપભાઇ ચૌહાણ રહે, લાંછનપુરા તા.સાવલીનું નામ આવતા તપાસ કરતા તેમજ ગ્રીન ટીકાના મેનેજર તેમજ કર્મીઓને લાંછનપુરા તા.સાવલી બાજુનું ગ્રીન વાટીકામાં કામ કરતું હતું કે કેમ તે માબતે પુછપરછ કરતા પાંચ માસ અગાઉ ગ્રીન વાટીકા રીસોર્ટ ઉપર કામ કરતો કર્મચારી સાવલીના વિપુલભાઇ પરમારની પુછપરછ કરતા ઘરે બીજું કોઇ કમાવવાવાળું ન હોઇ અને ઘરનું પૂરૂ થતુ ન હોઇ ચોરી કરવાનો વિચાર કરી બાઇક લઇ પાવાગઢ આવી મિત્ર – શૈલેષભાઇ જેનુ સરનામું ખબર ન હોઇ તે રહે. પાવાગઢ એમ બંને જણા મોટર સાઇકલ ઉપર ભડભા ગ્રીન રીસોર્ટ ઉપર આવી પોતે ગ્રીન વાટીકા રીસોર્ટમા જઇ કાઉન્ટર ટેબલનુ ડ્રોવરનું લોક તોડી રોકડ રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા ૧.૮૯ લાખ તથા ૧૫૦૦ રૂપિયાની કિંમતનું મોબાઇલ ચાર્જ રિકવર કર્યુ હતું.

