ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આદિવાસી સત્યાગ્રહ તાલિમ શિબિર રાખવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૩
તારીખ 21/06/2022 ના ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્ધારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી જગદીશભાઇ ઠાકોર સાહેબના આદેશ અને દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હષઁદભાઇ નિનામાની સુચના અનુસાર ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ એસ.ડાંગીની અધ્યક્ષતામાં આદિવાસી સત્યાગ્રહ તાલિમ શિબિર રાખવા માં આવેલ હતી .જે શિબિરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્ધારા તાલિમ આપવા માટે કુંજલબેન પુરોહિત અને પાથ્રિવરાજસિંહ આવેલ હતા જેમણે આદિવાસી ઓના હક અને અધિકાર આ ભાજપ સરકાર દ્ધારા છિનવી લઇ ગરિબ આદિવાસીઓ સાથે ઘોર અન્યાય કરેલ છે જે બાબતે નવ માંગણીઓ સહિતની તાલિમ આપવામાં આવેલ હતી,આ કાર્યક્રમમાં મનિષભાઇ શર્મા ,ઝાલોદ વિધાનસભાના પ્રભારી વિઠ્ઠલભાઇ ખંડેલવાલ,દુશ્યંતસિહ ચૌહાણ , જિલ્લા પ્રમુખ શ્રી હષઁદભાઇ નિનામા સહિત ઝાલોદ તાલુકા કોંગ્રેસના તમામ નાના મોટા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.