ઝાલોદ નગરના બસ સ્ટેશન પર ચોરીના વધતા બનાવો : બસ સ્ટેશન પર અજાણ્યા ગઠીયાઓ મુસાફરોના પર્સ,મોબાઇલની ચોરી કરતા હોય છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૩
ઝાલોદ નગરના બસ સ્ટેન્ડ પર અવાર નવાર ચોરીના બનાવો બનતા નજર આવે છે, અજાણ્યા ચોરો તકનો લાભ ઉઠાવી મુસાફરોને બસમાં ચડતા ઉતરતા પર્સ તેમજ મોબાઈલ ચોરીને ભાગી જાય છે, મુસાફરને ખબર પડે તે પહેલાંતો ચોર પોતાના કરતબ બતાવી ભાગી જાય છે, નાની નાની ચોરીઓ બસ સ્ટેશન પર ખૂબ વધવા પામી છે, અનેક વાર મુસાફરો દ્વારા એસટી મનેજરને ફરિયાદ પણ કરે છે છતાંય પરીણામ આવતા નથી, નાની નાની ચોરીઓ થાયતો તેની કોઈ પોલિસ ફરિયાદ પણ મુસાફરો દ્વારા કરવામાં આવતી નથી એટલે ચોરો બિન્દાસ બની ચોરી કરી ભાગી જાય છે,ઘણી વાર નાના ગરીબ મુસાફરોના નાની નાની થેલી, સામાનના પોટલા લઈ ચોર હરામખોરો નાસી જાય છે, તેથી બિચારા ગરીબ વર્ગના મુસાફરની મજૂરી કરેલ રૂપિયા ચોરાઈ જતા તે બિચારો દેવામાં ઉતરી જાય છે અને તેની હાલત કફોડી બની જાય છે
આજરોજ બસસ્ટેશન વિસ્તારમાં એક ચોર હરામખોર અજાણ્યા મુસાફરનો મોબાઇલ ચોરી કરતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો ત્યાં ઉભેલ મુસાફરો દ્વારા તેની ધોલાઈ કરી પોલિસને હવાલે કરી દેવામાં આવ્યો હતો, ચોરી કરનાર કોણ છે, ક્યાનો છે તે હાલ જાણી શકાયું નથી,હવે પોલિસ દ્વારા તે યુવક પર કાયદેસર કાર્યવાહી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે જેથી તેની ગેંગમાં કેટલાં વ્યક્તિ છે તે જાણી શકાય

