દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા સતત ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓના પ્રવેતશોત્સવની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : પંકજપંડિત
બાળકો ઉત્સાહ ઉમંગથી પોતાની કારકિર્દી ચાલુ કરે તેવો આશય જિલ્લા પંચાયત પ્રમુખ શિતલકુમારી વાઘેલાનો હતો
દાહોદ જિલ્લાનાં ઝાલોદ, ફતેપુરા અને દાહોદ તાલુકાના આંગણવાડી તથા પ્રથમ ધોરણમાં પ્રાથમિક શાળામાં વિદ્યાપ્રવેશ અપાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા દ્વારા રાજ્યમાં ત્રણ દિવસથી ચાલી રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નાના બાળકોને શાળામાં નામાંકન કાર્યક્રમ ચાલી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાએ ઝાલોદ તાલુકાની વગેલા ,પાણીયા પ્રાથમિક શાળા,પેથાપુર પ્રાથમિક શાળા,મુંડાહેડા પ્રાથમિક શાળા, ફતેપુરા તાલુકાની મોટા નટવા પ્રાથમિક શાળા, મકવાણા ફળિયા વર્ગ રાવળનાં વરુણા પ્રાથમિક શાળા, વાસિયાકુઈ પ્રાથમિક શાળા તથા દાહોદ તાલુકાની પુસરી પ્રાથમિક શાળા, બોરખેડાં પ્રાથમિક શાળા, બીડ ફળિયા વર્ગ બોરખેડા પ્રાથમિક શાળા ખાતે બાળકોને પ્રથમ ધોરણમાં અને આંગણવાડી નાં બાળકોને વિદ્યા પ્રવેશ કરાવ્યો હતો,તેમણે બાળકોને શાળામાં નિયમિત આવવા અને સારી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું,શાળાઓમાં પ્રવેશોત્સવ દરેક ગામોમાં કાર્યક્રમમાં સરપંચશ્રીઓ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ,વરિષ્ઠ આગેવાનશ્રીઓ,ગ્રામજનો, ઉપસ્થિત રહ્યાં હતાં.