લીમડી નગરમાં રથયાત્રાના રૂટને લઈ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું : રથયાત્રા સેવા સમિતિ લીમડી અને લીમડી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન
રિપોર્ટર : ગગન સોની





ઝાલોદ તા.૨૯
લીમડી નગરમાં 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની સવારી નીકળનાર છે તે સંદર્ભે આજ રોજ લીમડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એલ ડામોર તથા તેમની ટીમ દ્વારા જે સ્થળોએ થી રથયાત્રા નીકળનાર છે તે રસ્તા પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવતું અને દરેક રૂટ પર ફ્લેગ માર્ચ દરમ્યાન રૂટ ચકાસણી તેમજ રૂટની સંપૂર્ણ માહિતી મેળવી હતી જેથી રથયાત્રા દરમ્યાન કોઈ તકલીફ ન ઉભી થાય અને સમગ્ર રૂટનું સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યું હતું

