ઝાલોદ તાલુકાના છાયણ ગામે જયુપીટર પર લઈ જવાતો દારુ સાથે આરોપીની ધરપકડ : 45,680 રૂપિયાના મુદ્દામાલ ઝડપાયો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૯

 પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદ દ્વારા પ્રોહી જુગારની બદીસ નેસ્તોનાબુદ કરવા માટે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ તેમજ આર.વી.દેવઘા આઇ/સી  મદદનીશ પોલીસ અધિક્ષક ઝાલોદ ડીવીઝન તથા એચ.સી.રાઠવા સી.પી.આઇ ઝાલોદના માર્ગદર્શન અને સૂચના હેઠળ એમ.એલ.ડામોર આઇ/સી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાતશેરા (એમ.પી) તરફથી જયુપીટર પર બે ઇસમો વિપુલભાઇ રમેશભાઈ ડામોર અને પ્રતિકકુમાર બારીયા છાયણ  ગામે થી નીકળતા તલાસી દરમિયાન 25680 રૂપિયાનો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારુ ઝડપાયો, ચાકલિયા પોલીસ દ્વારા ટોટલ 45,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કેસ દાખલ કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!