વીજળી સસ્તી કરોના નારા સાથે આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં રેલી કાઢી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ શહેરમાં આજરોજ વીજળી સસ્તી કરોના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં વિવિધ બેનરો સાથે સરકાર વિરોધ સુત્રોચ્ચારો પણ કર્યાં હતાં. રેલીમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.