ઝાલોદ બાંસવાડા બાય પાસ રોડ પર ખાડાઓ નું સામ્રાજ્ય : તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં : રોડ પર બહુ બધાં ગંભીર અકસ્માતો થયા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૩૦
ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં દાહોદ રોડ આઈ.ટી.આઈ થી બાંસવાડા બાયપાસ રોડ સુધીના રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે, બાય પાસ રોડ પર સ્ટ્રીટ લાઈટ પણ બંધ અવસ્થામાં છે ,રોડની આજુ બાજુ ઝાડી ઝાખરા પણ વધી ગયેલ છે જેથી અહીંયાથી નીકળનાર વાહન ચાલકોને ભારી અગવડતાનો સામનો કરવો પડે છે, આ રસ્તા પરથી કાયમ નીકળનાર વાહનો ખખડી જાય છે, રાત્રે અંધારામાં કે સવારે વહેલા આ રસ્તા પર નીકળતા ખૂબ ધ્યાન રાખવું પડે છે કેમકે આ રસ્તાઓ પર કેટલાય ગંભીર અકસ્માતો નોંધાયેલ છે અને છેલ્લા એક માસ દરમ્યાન ચાર થી પાંચ મૃત્યુ થયેલ છે,આ રસ્તાની બિસ્માર હાલતથી મોટા વાહનો ઝાલોદ નગરના રોડનો ઉપયોગ કરતા અહીંયાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તેમજ નાના મોટા અકસ્માત પણ સર્જાય છે,તેથી ઝાલોદ નગરથી નીકળતા પ્રભુતા પાર્ટી પાસેના રોડ પણ તુટી ગયેલ છે ,હાલ ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી અકસ્માતનો ભય વધુ જોવાય છે તેમજ ખેતીનો ટાઈમ હોવાથી ખેડૂતો તેમજ પશુપાલકો અહીંથી નીકળતા હોય તેથી દુર્ઘટના વધુ બની શકે છે, તેથી જવાબદાર તંત્ર તાત્કાલિક આ રોડ રીપેરીંગ કરે તેમજ ઝાંડી ઝાંખરાની કટિંગ કરે તેમજ લાઈટો સત્વરે ચાલુ કરાવે તેવું આવેદન સ્થાનિક પાંચ આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આપેલ છે અને આ અંગે ત્વરિત નિરાકરણ લાવી સત્વરે પગલાં લઈ નગરની સમસ્યા દૂર થાય તેવી લોકમાંગ કરવામાં આવેલ છે.
બાંસવાડા બાયપાસ રોડની સમસ્યા લઈ ઝાલોદ નગરનું પાંચ લોકોનું પ્રતિનિધિ મંડળ દ્વારા 21-06-2022ના રોજ મૌખીક રજૂઆત કરવા માટે લીમડી ટોલ પ્લાઝાના મનેજરનો સંપર્ક કરાયો હતો, તેમણે લેખિત માંગતા 22-06-2022ના રોજ લેખિત અરજી આપવા ગયા પણ તેમણે સ્વીકારવાનીના પાડી દીધેલ હતી અને તેમણે કહ્યું કે…..
મેરા કામતો સિર્ફ ટોલ વસૂલનેકાં હૈં, રોડ હૈં તો એક્સીડેન્ટ તો હો તે રહેતે હૈ,લોગ મરતે હૈ ,આપકો સુવિધા ચાહિયે તો ગોધરા, દાહોદ, ગાંધીનગર જહાં જાના હૈ વહા જાઓ
ટોલ મેનેજર, વરોડ (ઝાલોદ)