ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફાયર બ્રિગેડના નિવૃત્ત કર્મચારીને વિદાય સમારોહ યોજાયો
રિપોર્ટર : પંજક પંડિત
ઝાલોદ તા.૦૧
ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફાયર બ્રિગેડના નિવૃત્ત કર્મચારીને વિદાય સમારોહ યોજાયો જેમાં ઝાલોદ ફાયર બ્રિગેડના નિવૃત્ત કર્મચારી એવા દિલીપભાઈ પટેલને ઝાલોદ નગરપાલિકા સભાખંડ ખાતે નગરપાલિકા પ્રમુખ દ્વારા ચાંદીનું ભોરિયું પહેરાવી નિવૃત્ત કર્મચારીશ્રી દિલીપભાઈ પટેલને વિદાય સમારોહ કરવામાં આવ્યો હતો ઝાલોદ નગરપાલિકાના કર્મચારીઓ અને ફાયર બ્રિગેડ વિભાગના તમામ કર્મચારીઓ હાજર રહિયા હતા જેમાં ફાયર બ્રિગેટના કર્મચારીઓ દ્વારા દિલીપભાઈ પટેલને ફૂલહાર પહેરાવીને વિદાય સમારોહ યોજાયો હતો ત્યાર બાદ નગરપાલિકાના નવીન ચાર્જ સંભાળેલ ચીફઓફિસર શ્રી પ્રકાશ રાયચંદાની દ્વારા ફાયર બ્રિગેડ વિભાગના નિવૃત્ત કર્મચારી દિલીપભાઈ પટેલને ફૂલહાર પહેરાવી વિદાય સમારોહ કરવામાં આવ્યો હતો