જગતના તાત જગન્નાથ ઝાલોદ નગર ચયાઁ પર નીકળ્યા: ઠેર ઠેર સ્વાગત : ઝાલોદ નગરની પાંચમી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું : વ્હોરા સમાજ દ્વારા ભક્તોને સરબત પીવડાવી રથયાત્રાનું ફૂલહારથી સ્વાગત કરી કોમી એકતાના દર્શન કરાવ્યા
રિપોર્ટર : પંકજ પંડિત



ઝાલોદ તા.૦૧
ઝાલોદ નગરની આજરોજ પાંચમી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા ભવ્યાતિભવ્ય નગરમાં યોજાઈ ,આજ રોજ સવારમાં ડબગરવાસના રાધા કૃષ્ણ મંદિરે થી વાજતે ગાજતે, ઢોલ નગારા તેમજ અબીલ ગુલાલની છોળો ઉડાડતાં ઉડાડતાં ભગવાન જગન્નાથને મુવાડા રણછોડરાય મંદિરે લવાયા ત્યાં ભગવાનને થતી દરેક ધાર્મિક પૂજા કરવામાં આવી, ત્યાર બાદ રણછોડરાય મંદિરેથી ભગવાન જગન્નાથજી ની રથયાત્રાનું પ્રસ્થાન પરંપરા મુજબ ચાંદીની ઝાડુ વડે પૂર્વ ઝાલોદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મૂકેશભાઈ ડામોર દ્વારા ધાર્મિક ભક્તો, મહંતોની સાથે પાણીથી સાફ સફાઈ કરતા જય જગન્નાથના નારા સાથે રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યું,જગગનાથ સમિતિ દ્વારા ત્રણ રથ તૈયાર કરવામાં આવ્યા હતા એક રથમા ભગવાન કૃષ્ણ, બીજા રથમાં મોટા ભાઈ બલરામ જ્યારે ત્રીજા રથમાં બહેન સુભદ્રાજીને સવાર કરવામાં આવ્યા હતા, ત્રણે રથોને ભક્તો દ્વારા દોરીથી ખેંચવામાં આવતા હતા,રથ હંકારતા દરેકે ભાવિક ભક્તો જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથ જેવા ગગનભેદી નારા સાથે વાતાવરણ ગાજી ઉઠયું હતું, આ રથ યાત્રાનું ઠેર ઠેર દરેક જગ્યાએ ફૂલો તેમજ ગુલાલથી સ્વાગત કરવાના આવ્યુ ,દરેક જગ્યા પર ભાવિક ભક્તો દ્વારા છાસ, પાણી, સરબત, ચા, નાસ્તા,શીરો, જાંબુ, ફણગાવેલ મગ, સાથે ભક્તોની સેવા કરવામાં આવી,બસસ્ટેશન પાસે રથયાત્રા આવતા ભાજપ પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ,ગીતામંદિર પર રામભક્ત મિત્ર મંડળ દ્વારા દરેક ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી,ગીતામંદિર ખાતે જગતના તાતનું મામેરુ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, મહેંન્દ્ ફૂલચંદ અગ્રવાલ, સતીષ દેવડા, પવન દેવડા દ્વારા ભરવામાં આવ્યું હતું ,વડબજારમાં રથયાત્રાનું સ્વાગત ક્રુત્રિમ વરસાદ દ્વારા કરવામાં આવ્યું હતું, શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ બેન્ડ, ભજન મંડળી, આદિવાસી લોકનૃત્ય,આદિવાસી નૃત્ય મંડળી,,ઉજ્જૈનના મંજીરા ,ઢોલ, ત્રાંસા તેમજ વિવિધ જાતની ઝાંખી તેમજ અખાડાઓ એ આકર્ષણ જમાવ્યું હતું, છેલ્લે સાંજે 6 વાગે રણછોડરાય મંદિરે શોભાયાત્રા સંપન્ન થયેલ હતી, ભગવાનનો રથ ખેંચી દરેક ભક્તો ધન્ય થઈ ગયેલ જોવા મળતા હતા ,આ શોભાયાત્રામા આજુબાજુના ગ્રામીણ વિસ્તારો માંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ નગરમાંથી પણ મહિલાઓ, પુરુષો, વૃદ્ધો, બાળકો, ભજન મંડળીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા,ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સમગ્ર નગર બંધ રાખવામાં આવેલ હતું તેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા ,સમગ્ર પ્રોગ્રામમાં રથયાત્રા સમિતિ, બજરંગ દળ, શિવસેનાના કાર્યકરો તેમજ નગરના ધાર્મિક લોકો દ્વારા તેમજ અગ્રણીઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી ,છેલ્લે વિશ્વકર્મા મંદીર પર રથયાત્રા સમિતિ તરફથી મહાપ્રસાદ રાખવામાં આવેલ હતું, સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમા પૂર્ણ થાય તે માટે આખું પોલિસ તંત્ર ખડે પગે જોવા મળતો હતો, બે દિવસથી સતત પોલિસ તંત્ર દ્વારા નગરમાં રૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હતું, એસ.પી, ડીવાય.એસ.પી ,પોલિસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, ટ્રાફિક પોલીસ, મહિલા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તેથી સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમા પુરી થયેલ હતી.

