દેવગઢ બારીઆ તાલુકાના નાના પુવાળા ગામની એક ૧૯ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ : આચર્યા બાદ ફોટા, વીડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ કરી દેવાની ધમકી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાના પુવાળા ગામની એક ૧૯ વર્ષીય યુવતીને છેલ્લા ૬ વર્ષથી લગ્નની લાલચ આપી યુવતી સાથે અવાર નવાર શારિરીક દુષ્કર્મ આચરી યુવતીને મારી નાંખવાની ધમકીઓ આપી યુવતીના લગ્ન અન્ય જગ્યાએ કરાવશો તો પરિવારને મારી નાંખીશુ જેવી પરિવારજનોને ધાકધમકી આપ્યાં બાદ સોશીયલડ મીડીયામાં યુવતીના ફોટા અને વીડીયો વાઈરલ કરી દેવાની ધમકી આપતાં આ સંબંધે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી મુવાડા ગામે રહેતો દર્શનભાઈ કનુભાઈ સલાટે દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૯ વર્ષીય યુવતીને પોતાના પ્રેમ જાણમાં ફસાવી વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૧ના સમયગાળા દરમ્યાન યુવતી સાથે શારિરીક સંબંધ બાંધી લગ્નની લાલચ આપતો હતો અને તું આપણા પ્રેમ સંબંધ વિશે કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી પણ યુવક યુવતીને આપતો રહેતો હતો ત્યારે યુવતીના ફોટો અને વીડીયો પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લઈ યુવક દ્વારા યુવતીના પરિવારજનોને પણ ધાકધમકીઓ આપી યુવતીના અન્ય જગ્યાએ લગ્ન કરાવશો તો ફોટો અને વીડીયો શોસીયલ મીડીયામાં વાઈરલ કરી નાંખવાની ધમકીઓ આપતો રહેતો હતો ત્યારે તારીખ ૩૦મી જુનના રોજ દર્શનભાઈ કનુભાઈ સલાટ, જયેશભાઈ કનુભાઈ સલાટ, કનુભાઈ વીરસીંગભાઈ સલાટ, સૌરવભાઈ અર્જુનભાઈ સલાટ, આશીષભાઈ કોદરભાઈ સલાટ, અનિલભાઈ દિનેશભાઈ સલાટ, વિકાસભાઈ વાલજીભાઈ સલાટ, સુભાષભાઈ ભટેસીંગભાઈ સલાટ અને દિનેશબાઈ વીરસીંગભાઈ સલાટનાઓ ફોર વ્હીલર ગાડી અને મોટરસાઈક પર આવી યુવતીના પરિવારજનોને મારી નાંખવાની ધમકીઓ આપી કહેલ કે, બેટી કી શાદી કી ડોલી ઔર તેરી અર્થી એક સાથ ઉઠેગી, લગ્ન કરાવી તો જુઓ ફોટા વાઈરલ કરી તારૂં મોઢું કાળુ કરી નાંખીશ, તેવી ધાકધમકીઓ આપી ઉપરોક્ત ઈસમોએ ઓલ ઈન્ડિયા સલાટના ગ્રૃપમાં યુવતીના પરિવારજનોને બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે યુવતીના સ્વજન દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.