ઝાલોદ તાલુકાના લીમડી મુકામે મોગલ છોરૂ લીમડી ગ્રુપ દ્વારા પગપાળા યાત્રાનું આયોજન કરાયું : દર વર્ષે માઁ મોગલના દર્શન કરવા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૩
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે દર વર્ષની માફક આ વર્ષે પણ માઁ મોગલની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, લીમડીથી ભગુડા પગપાળા યાત્રા જવા માટે માઁ મોગલના ભક્તો જય માઁ મોગલના ગગનભેદી નારા લગાવતા નીકળ્યા હતાં,આ પગપાળા યાત્રામા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દર વર્ષની માફક આ વર્ષે પણ મોગલ છોરૂ લીમડી ગ્રુપ દ્વારા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું ,આ પગપાળા યાત્રા લીમડી નગરમાંથી વાજતે ગાજતે નીકળી હતી આ પગપાળા યાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા