ઝાલોદ તાલુકાના લીમડી મુકામે ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ દ્વારા આર્થિક સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો : તારીખ 5 – 7 – 2022 મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૫
ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ લિમિટેડ દ્વારા લીમડી ગામમાં આવેલ સાઈ મંદિર ખાતે આર્થિક સાક્ષરતા અભિયાન વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં લલિતભાઈ ભુરીયા, મિલનભાઈ શ્રીમાર હાજર રહ્યા હતા. માઇક્રો ફાઇનાન્સ કંપનીના વ્યવસ્થાપક મંડળના ટ્રેનર
મયંક શર્મા, સંતોષ કુમાર (એડમીન), વિજય રાઠોડ (એ. એમ), ઉમેશ ભાઈ પ્રજાપતિ (એસ બી એમ)
ફ્યુઝન માઈક્રો ફાઇનાન્સ કંપનીની માહિતી આપવામાં આવી હતી ફ્યુઝન માઈક્રો ફાઇનાન્સ કંપની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પંજીકૃત થયેલી એક ગેરબેન્કિંગ વિદ્યા સંસ્થા છે જે કંપની દ્વારા આર્થિક અને સામાજિક રૂપથી વંચિત વર્ગો મહિલાઓ ઉદ્યોમો અને આર્થિક રીતે સક્ષમ કરવા લોન આપી રહી છે કંપની દ્વારા દૂર દૂર ગામો અને શહેરોમાં રહેતા નબળા વર્ગો અને પરિવારોને તેમનું જીવન ધોરણ ઊંચું આવે સમાજમાં મહિલાઓના વિકાસ માટે છેલ્લા 12 વર્ષથી ભારત દેશના અલગ અલગ રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ ,ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી ,ઓરિસ્સા ,પંજાબ, મહારાષ્ટ્ર છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ ,હિમાચલ પ્રદેશ, ઝારખંડ, અસમ,તમિલનાડુ ,પોંડીચેરી અને ગુજરાતમાં કાર્યરત છે ઉપરના રાજ્યોમાં 27.2 લાખ પરિવારોને તેમના પરિવારજનોને સાંકળીને તેમની સેવા આપી રહી છે કંપની ની જવાબદારી આર્થિક લેવડદેવડ સુધી સીમિત નહીં રાખીને સામાજિક ગતિવિધિઓ તેમજ કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા પોતાના નિરંતર યોગદાન આપી રહી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવેલા આર્થિક સાક્ષરતા અભિયાનનો સમર્થન કરીને ફ્યુઝન માઈક્રો ફાઇનાન્સ લિમિટેડ પોતાના દ્વારા સંચાલિત કેન્દ્રોમાં આર્થિક સાક્ષરતા કાર્યક્રમ કરી રહી છે આ સામાજિક કાર્યક્રમમાં નાટકો તેમજ વિડિયો દ્વારા જાહેર જનતાને આર્થિક સાક્ષરતા તેમજ આર્થિક નિર્બળતા વિશે જાગૃત કરી રહી છે