ગરબાડા તાલુકાના અભલોડ ગામના બનાવથી ચકચાર મચી : મકાનની દિવાલ ધરાશાઈ થતાં ત્રણને ઈજા પહોંચી : એક મહિલાનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે વરસાદી માહોલ વચ્ચે એક કાચા મકાનની દિવાલ ધરાશાઈ થતાં ચાર વ્યક્તિઓ દિવાલ નીચે દબાઈ જતાં જેમાં એક વર્ષીય મહિલાનું ગંભીર ઈજાઓને પગલે તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૫મી જુલાઈના રોજ વરસાદી માહોલ વચ્ચે ગરબાડા તાલુકાના અભલોડ ગામે કોટડા ફળિયામાં રહેતાં ૪૫ વર્ષીય સવિતાબેન મુકેશભાઈ હિહોરના કાચા મકાનની દિવાલ ધરાશાઈ થઈ જતાં સવિતાબેન સહિત પરિવારના અન્ય ત્રણ વ્ય્કિ્તઓ દિવાલની નીચે દબાઈ ગયાં હતાં જેને પગલે સવિતાબેનને સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. ગંભીર ઈજાઓને પગલે સવિતાબેનનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે અભલોડ ગામે ભુદર ફળિયામાં રહેતાં રમણભાઈ રૂપાભાઈ દેહદાએ જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.