દાહોદ જીલ્લા પંચાયત રાજ અભિયાન સમિતિનાં કન્વિનર તરીકે ચેતન નાથાણીની વરણી થતાં મિત્ર મંડળમાં ખુશી
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૭
દાહોદ જીલ્લાના દેવગઢબારિયા શહેરના ચેતન નાથાણીની દાહોદ જીલ્લા પંચાયતી રાજ અભિયાન સમિતિના કન્વિનર તરીકે ચેતન નાથાણીની વરણી કરવામાં આવી . જેમાં ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લા પંચાયતી રાજ અભિયાન સમિતિનાં કન્વિનરોની નિમણુંક કરાતાં દાહોદ જીલ્લા પંચાયતી રાજ અભિયાન તરીકે ચેતનભાઈ નાથાણીની નિમણુંક કરવામાં આવી , ગુજરાતનાં ગ્રામ્ય કક્ષાએ વિકાસ અને પ્રાણવાયુ સમાન પાયાનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારો નાં વિકાસ પથ કહી શકાય તેવા જીવાદોરી સમાન કાર્ય ભારતમાં પંચાયતી રાજ ગ્રામીણ સ્વરાજની પદ્ધતિ સૂચવે છે . વિકાસનો પાયો નાખવો હોઈ તો શહેર તરફ દોડ મુકતાં ગ્રામ્યજનો એટલે કે છેવાડાનાં માનવીનો વિકાસ થવો જોઈએ જેવાં કે રોડ , રસ્તા , રોજગારી જેવી તમામ કનેક્ટિવટી સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં મળી રહે . તો શહેર તરફની દોડ ના મુકે જીલ્લામાં કન્વિનર તરીકે નિમણુક થતાં મિત્ર મંડળોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી . ચેતન નાથાણી હાલમાં ભાજપા બક્ષીપંચ મોરચા સંકલન શેલના દાહોદ , પંચમહાલ અને મહીસાગર જીલ્લામાં પ્રભારી તથા દાહોદ જિલ્લા ભાજપા ઓ.બી.સી. મોરચામાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે .

